શોધખોળ કરો
Advertisement
હૉલિવૂડ એક્ટર રૉબર્ટ પેટિનસન કોરોના સંક્રમિત, ફિલ્મ 'The Batman'નું શૂટિંગ અટકાવાયું
વાર્નર બ્રૉસે એક નિવેદન જાહેર કરીને કહ્યું, “ધ બેટમેનનો એક સભ્ય કોરોનાથી સંક્રમિત મળી આવ્યો છે અને નિયમો અનુસાર તેને આઈસોલેટ કરવામાં આવ્યો છે. ફિલ્મના શૂટિંગ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે.
નવી દિલ્હી: હૉલિવૂડ એક્ટર રોબર્ટ પેટિનસન કોરોના વાયરસથી સંક્રમિત થયો છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ફિલ્મ ‘બેટમેન’નું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, લંડનમાં લોકડાઉનના કારણે ફિલ્મનું શુટિંગ લાંબા સમયથી બંધ હતું. હાલમાં જ શૂટિંગ શરુ કરવામાં આવી હતી પરંતુ પેટિનસન કોરોનાથી સંક્રમિત થતા ફિલ્મનું શૂટિંગ અટકાવી દેવાયું છે.
વાર્નર બ્રૉસે એક નિવેદન જાહેર કરીને કહ્યું, “ધ બેટમેનનો એક સભ્ય કોરોનાથી સંક્રમિત મળી આવ્યો છે અને નિયમો અનુસાર તેને આઈસોલેટ કરવામાં આવ્યો છે. ફિલ્મના શૂટિંગ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે. ” રિપોર્ટ અનુસાર રોબર્ટ પેટિનસન જ કોરોનાથી સંક્રમિત છે.
ફિલ્મ બેટમેનનું શૂટિંગ આ વર્ષના અંતમાં પૂરુ થશે. ફિલ્મને લોકડાઉનના કારણે પહેલેથી જ ઘણું નુકસાન થયું છે. આ ફિલ્મ આવતા વર્ષે જૂન અથવા 1 ઓક્ટોબર 2021માં રિલીઝ કરવાની તૈયારી ચાલી રહી છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
ગુજરાત
Advertisement