શોધખોળ કરો
Advertisement
ઓફિસમાં બોલાવી તેણે મારા માથા અને પીઠ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું, એક્ટ્રેસે ડાયરેક્ટર પર લગાવ્યો ગંભીર આરોપ
રૂપંજના મિત્રાએ કહ્યું કે, તેમણે મને પોતાની ઓફિસમાં ભૂમિકન્યાના પ્રથમ એપિસોડની સ્ક્રિપ્ટ વાંચવા માટે બોલાવી હતી. આ ઘટના દુર્ગાપૂજાના થોડા દિવસ પહેલા બની હતી.
નવી દિલ્હીઃ હોલિવૂડ સિનેમાથી શરૂ થયેલા #Metoo અભિયાનની આંચ બોલિવૂડ બાદ અને હવે ક્ષેત્રીય સિનેમા સુધી પહોંચી ગઇ છે. બંગાળી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી રૂપંજના મિત્રાએ #Metoo અભિયાન દ્વારા બંગાળી ફિલ્મના નિર્દેશક અરિંદમ સીલ પર જાતીય સતામણીના ગંભીર આરોપ લગાવ્યા છે. રૂપંજના મિત્રા બંગાળી સિનેમાની પ્રખ્યાત અભિનેત્રીઓમાંથી છે. તેણે ઘણી બંગાળી ફિલ્મો અને સીરિયલ્સમાં તેને અભિનયથી લાખો લોકોના દિલ જીત્યા છે.
રૂપંજના મિત્રાએ હાલમાં જ એક ખાનગી વેબસાઇટને ઇન્ટરવ્યુ આપ્યું છે. આ ઇન્ટરવ્યુમાં રૂપંજના મિત્રાએ તેના ફિલ્મ સફળ દરમિયાન આવેલા ઉતાર-ચઢાવ અંગે જણાવ્યું. તે સિવાય તેણે #Metoo અભિયાન પર વાત કરી. આ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે બંગાળીની બહુ ચર્ચિત ટીવી સીરિયલ ભૂમિકન્યાની સ્ક્રિપ્ટ વાંચવા માટે તેમના કોલકત્તા ઓફિસમાં બોલાવ્યા બાદ અરિંદમ સીલે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો.
રૂપંજના મિત્રાએ કહ્યું કે, તેમણે મને પોતાની ઓફિસમાં ભૂમિકન્યાના પ્રથમ એપિસોડની સ્ક્રિપ્ટ વાંચવા માટે બોલાવી હતી. આ ઘટના દુર્ગાપૂજાના થોડા દિવસ પહેલા બની હતી. આશ્ચર્યજનક વાત એ છે કે, જ્યારે હું સાંજે 5 વાગ્યે તેમની ઓફિસ પહોંચી, ત્યાં કોઈ હાજર ન હતું. મને તે ખૂબ જ ડરામણું લાગ્યું. અચાનક તેઓ તેમની ખુરશી પરથી ઊભા થઈ ગયા અને મારા માથા અને પીઠ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું. મને ડર લાગી રહ્યો હતો કે, હું લગભગ આ દુષ્કર્મથી બચી શકીશ નહી અને હું ભગવાનને પ્રાર્થના કરવા લગી કે, કોઈ ઓફિસમાં આવી જાય.
થોડી વાર બાદ હું સહન કરી શકી નહી અને મેં તેમને ભારપૂર્વક સ્ક્રિપ્ટ વિશે વાત કરવા કહ્યું. તેઓ લગભગ સમજી ગયા હતા કે, હું તે પ્રકારની સ્ત્રી નથી જે તેમને પ્રોત્સાહિત કરશે. તે અચાનક ડાયરેક્ટર મૂડમાં આવ્યા અને મને સ્ક્રિપ્ટ સમજાવવાનું શરૂ કર્યું અને 5 મિનિટમાં જ તેમની પત્ની પણ ઓફિસમાં આવી ગઈ. રૂપાંજનાએ શેર કર્યું હતું કે ઓફિસથી આવ્યા પછી તે ખૂબ જ તૂટી ગઈ હતી.
જ્યારે રૂપંજના મિત્રાના ખુલાસા બાદ નિર્દેશક અરિંદમ સીલે તેમની પર લાગેલા દરેક આરોપોને ખોટા ગણાવ્યા છે તેમણે કહ્યું કે આ કોઇ રાજકીય સ્ટંટ હોય શકે છે. મને નથી ખબર કે તે આવું કેમ કહી રહી છે. અમે જૂના મિત્ર છીએ. તે જે દિવસની વાત કરી રહી હતી તે દિવસે તેને ઓફિસથી નીકળ્યા બાદ મને મેસેજ કર્યો હતો કે તે ખૂબ ઉત્સાહિત છે. મારી પાસે આજે પણ તે મેસેજ છે. હું બતાવી શકુ છું. જો કોઇ તેની સાથે ખોટો વ્યવહાર કરે તો તે વ્યક્તિ તેને મેસેજ કેમ કરે?
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
રાજકોટ
ટેકનોલોજી
Advertisement