શોધખોળ કરો
Advertisement
બોલિવૂડના આ સ્ટાર એક્ટરે પહેલી વખત કહ્યું, જેલની અંદર કેવી થાય છે પીડા
બિગ બૉસ 13માં ટાસ્ક પછી ઘરના સાથીઓએ સિદ્ધાર્થ શુક્લાને જેલમાં મોકલી દીધો હતો.
નવી દિલ્હીઃ ટેલીવિઝન પર સલમાન ખાનનો રીયાલિટી શો બિગ બોસની સીઝન 13 આ સપ્તાહે ખૂબ જ ચર્ચામાં રહી છે. વીકેન્ડના વારમાં તેણે તમામ કન્ટેસ્ટન્ટ્સને સવાલ જવાબ કર્યા. ત્યારે ઘણી વખત સલમાન ખાન ગુસ્સો થઈ ગયો. સિદ્ધાર્થ સુક્લાને ખખડાવતા સલમાને ખરેખર જેલમાં કેવી પીડા થતી હોય છે તેના વિશે જણાવ્યું.
બિગ બૉસ 13માં ટાસ્ક પછી ઘરના સાથીઓએ સિદ્ધાર્થ શુક્લાને જેલમાં મોકલી દીધો હતો. બાદમાં સિદ્ધાર્થ શુક્લા જેલની અંદર ગરમી લાગી રહી હતી. આના પર સિદ્ધાર્થ શુક્લાએ ભારે હોબાળો મચાવ્યો. આ વિશે સલમાન ખાને સિદ્ધાર્થ શુક્લાને ઠપકો આપતા કહ્યું કે તમે જાણો છો કે અમે 42 ડીગ્રી, 45 ડીગ્રી તાપમાનમાં ડાન્સ અને એક્શન કરીએ છીએ અને તમને ગરમી લાગે છે. આ જેલ તો કંઈ નથી. આ એક બનાવટી જેલ છે. તેમાં તમારી પાસે પલંગ અને વોશરૂમ છે. વાસ્તવિક જેલમાં તો જમવા માટે એક જ જગ્યા હોય છે, જમીન પર સૂવાનું અને ત્યાં જ વૉશરૂમ હોય છે.
અઠવાડિના અંતમાં સલમાન ખાને પારસ છાબરાને કહ્યું કે પારસને કોઈ ફરક પડતો નથી, તેઓ બિગ બૉસને પણ ધમકી આપે છે. તેમને મારી કેટલીક વાતો પણ પસંદ નહોતી, પારસ છાબરાએ આ અંગે પોતાનો ખુલાસો આપ્યો અને કહ્યું, ના સાહેબ, તમારા વિશે કોણ બોલી શકે. આ અંગે સલમાને કહ્યું, મારી ઇચ્છા છે કે હું તમને બતાવી શકું, જ્યારે તમે બહાર આવો ત્યારે જુઓ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement