શોધખોળ કરો
Advertisement
હવે કંગનાનો ફ્લેટ BMCના નિશાના પર, ઘરમાં કર્યા છે આ 8 ફેરફાર
આરોપ છે કે વર્ષ 2018માં કંગનાએ પોતાના ઘરમાં અનેક ફેરફાર કર્યા છે જે નિયમો અંતર્ગત નથી.
મુંબઈઃ કંગના રનૌના બાંદ્રા પાલી હિલ વિસ્તારમાં ઓફિસ પર બીએમસીનો હથોડો ચાલ્યા બાદ હવે એક્ટ્રેસનો ફ્લેટ બીએમસીના નિશાના પર છે. કંગના જે ફ્લેટમાં રહે છે તેમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું છે. આ ફરિયાદને લઈને બીએમસીએ કોર્ટમાંથી તેને તોડવા માટે મંજૂરી માગી છે.
સોમવારે ઢિંઢોસી સિટી સિવિલ કોર્ટમાં પાલિકાએ અપીલ કરી છે. કંગનાનું ખાર સ્થિત ઘરમાં કથિત રીતે નિયમોનું ઉલ્લંઘન કરી બાંધકામ કરવામાં આવ્યું છે. કંગનાનું ઘર મુંબઈના ખાર વિસ્તારમાં DB બ્રિજ ઇમારતમાં પાંચમાં માળ પર છે.
આરોપ છે કે વર્ષ 2018માં કંગનાએ પોતાના ઘરમાં અનેક ફેરફાર કર્યા છે જે નિયમો અંતર્ગત નથી. આ મામલે મુંબઈ માનગર પાલિકાએ એમઆરટીપી એક્ટ અંતર્ગત નોટિસ આપી હતી.
એ સમયે કંગના રનૌતે સિટી સિવિલ કોર્ટમાં સ્ટે ઓર્ડર લઈને મહાનગરપાલિકાની કાર્રવાઈ પર સ્ટે લગાવ્યો હતો. પરંતુ તે સમયે કંગનાએ કોઈપણ રિનોવેશન મંજૂરીનો પત્ર કોર્ટમાં રજૂ કર્યો ન હતો માટે હવે બીએમસી કાર્રવાઈનો સ્ટે ઓર્ડરને હટાવવાની માગ કરતા કોર્ટમાં નવી અરજી કરી છે.
બીએમસીના આરોપ અનુસાર કંગનાના ફ્લેટમાં આઠ ફેરફાર કરવામાં આવ્યા હતા જે નિયમો વિરૂદ્ધ છે. આઠ ફેરફારમાં, ફ્લેટમાં પ્લાન્ટેશન, છત, બાલકની, ટોયરેટમાં ફેરફાર, સ્ટેયરકેસ, કિચનનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement