શોધખોળ કરો
Advertisement
આ બોલિવૂડ એક્ટરના દીકરાએ કર્યો કાર અકસ્માત, પિતાએ એવી વાત કહી કે તમે ચોંકી જશો
કમાલ આર ખાનને પહેલા ટ્વીટમાં લખ્યું છે કે 'મારા પુત્રએ #ફૈઝલકમાલે પોતાની ગાડીનો અકસ્માત કરી દીધો છે.
મુંબઈઃ બોલિવૂડ એક્ટર કમાલ આર ખાન એટલે કે કેઆરકે સોશિયલ મીડિયા પર પોતાના બિન્દાસ નિવેદન માટે જાણીતા છે. તે દરેક મુદ્દા પર ખુલીને પોતાનો મત રાખે છે. હાલમાં જ તેના દીકરાએ કાર અકસ્માત કર્યો છે. જોકે, અકસ્માતમાં તેનો દીકરો સંપૂર્ણ સુરક્ષિત છે પરંતુ તેની BMW કારના આગળના ભાગને ભારે નુકસાન થયું છે.
પોતાના પુત્રની કારનો અકસ્માત થયો હોવાની માહિતી તેમણે ટ્વીટ દ્વારા પોતાના ચાહકોને આપી હતી. કમાલ આર ખાને અકસ્માતની એક તસવીર પણ ટ્વીટ કરી છે. કમાલ આર ખાનનું આ ટ્વીટ ખૂબ જ વાયરલ થયું છે.
કમાલ આર ખાનને પહેલા ટ્વીટમાં લખ્યું છે કે 'મારા પુત્રએ #ફૈઝલકમાલે પોતાની ગાડીનો અકસ્માત કરી દીધો છે.' તેમણે ટ્વીટમાં અકસ્માત અંગે જાણકારી આપી છે. કમાલ ખાનને ત્યારબાદ બીજું ટ્વીટ કર્યું છે. બીજા ટ્વીટમાં લખ્યું કે, '#ફૈઝલ હવે એક્સિડેન્ટ બાદ પોતાની બીએમડબ્યુ કાર ચલાવવા નથી માંગતો. હવે તે ઓડી આર8 કે રેન્જરોવર ખરીદવા માંગે છે. એટલા માટે તમે મને જણાવો કે કઈ કાર લેવી સારી છે.' આવી રીતે કમાલ ખાતે પોતાની વાત ચાહકો સુધી પહોંચાડી હતી. કમાલ આર ખાનની વાત કરીએ તો આ એક્ટર સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ એક્ટિવ રહે છે. ફિલ્મ 'દેશદ્રોહી'થી બૉલિવૂડમાં એન્ટ્રી કરનાર કમાલ આર ખાનને ટીવી રિયાલિટી શૉ 'બિગ બૉસ 3'માં પણ છવાઈ ગયા હતા.My son #FaisalKamal did accident of his car. pic.twitter.com/l6wp3gE8q0
— KRK (@kamaalrkhan) November 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement