શોધખોળ કરો
આ ગંભીર બિમારીનો સામનો કરી રહી છે અનુષ્કા શર્મા, છતાં વર્લ્ડ કપમાં આપશે વિરાટનો સાથ
અનુષ્કાના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે આમ તો અનુષ્કાની તબિયત સારીજ છે પરંતુ એને બેક પેઇન છે અને એની તપાસ કરાવતાં ખબર પડી હતી કે એને બલ્જિંગ ડિસ્કની તકલીફ છે.
મુંબઈઃ હાલમાં જ બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જેમાં તે એક ફિઝિયોથેરાપી ક્લીનિકમાં જતી જોવા મળી રહી છે. એવું કહેવાય છે કે, અનુષ્કાની તબીયત સારી નથી ચાલી રહી.
અનુષ્કાના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે આમ તો અનુષ્કાની તબિયત સારીજ છે પરંતુ એને બેક પેઇન છે અને એની તપાસ કરાવતાં ખબર પડી હતી કે એને બલ્જિંગ ડિસ્કની તકલીફ છે.View this post on Instagram
આ તકલીફ જૂની છે. અગાઉ પણ આ તકલીફની સારવાર એણે લેવી પડી હતી અને ત્યારે આરામ થઇ ગયો હતો. હવે ફરીથી આ સમસ્યા ઉભી થઈ છે એટલે અનુષ્કાએ પોતાના ફિઝિયોથેરપિસ્ટની મુલાકાત લીધી હતી અને ફરી સારવાર લેવી પડશે એવી સલાહ એને આપવામાં આવી હતી. બલ્જિંગ ડિસ્ક કમરની પીડાનો એક પ્રકાર છે. એ પીડાને લઇને કોઇ વ્યક્તિ લાંબો સમય એક સરખી બેસી શકતી નથી. એણે થોડી થોડી વારે ઊભા થઇને બે ચાર આંટા મારવા પડે છે.View this post on Instagram
ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધા નજીકમાં હોવાથી અનુષ્કા સમયસર સારવાર લઇને સ્વસ્થ થઇ જવા આતુર છે એમ આ પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું. આ બિમારી છતાં અનુષ્કા 30મેથી શરૂ થઇ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપ માટે વિરાટ કોહલીનો જોશ વધારશે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement