શોધખોળ કરો
ચાર વર્ષથી નથી મળી કોઈ ફિલ્મ, મેકઅપ વગર જોવા મળી બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો
બિપાશાની નવી તસવીરોમાં તે કારમાં બેસતી નજર આવે છે. આ સમયે તે મેકઅપ વગર છે તેની આ તસવીરો ખરેખરમાં તેનાં ફેન્સને દુખી કરે તેવી છે.
![ચાર વર્ષથી નથી મળી કોઈ ફિલ્મ, મેકઅપ વગર જોવા મળી બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો Bollywood actress Bipha Basu seen without make up see photos ચાર વર્ષથી નથી મળી કોઈ ફિલ્મ, મેકઅપ વગર જોવા મળી બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/19210301/bipasha-New.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બોલીવુડની હોટ એક્ટ્રેસ બિપાશા બસુ ઘણા લાંબા સમયથી ફિલ્મી લાઈમ લાઈટથી દૂર છે. ફિલ્મોથી દૂર હોવા છતાં તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. તેની અંતિમ ફિલ્મ અલોન વર્ષ 2015માં આવી હતી. જે બાદ ચાર વર્ષથી બિપાશા બસુ બિગ સ્ક્રિન પર નજર આવી નથી. સ્મોલ સ્ક્રિન પર તેનો એકમાત્ર શો ડર સબકો લગતા હૈ (2015-2016) દરમિયાન સમાપ્ત થઇ ગયો હતો. બિપાશાએ વર્ષ 2016માં એક્ટર કરન સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતાં જે બાદથી તે એકપણ ફિલ્મમાં નજર આવી નથી.
બિપાશાની નવી તસવીરોમાં તે કારમાં બેસતી નજર આવે છે. આ સમયે તે મેકઅપ વગર છે તેની આ તસવીરો ખરેખરમાં તેનાં ફેન્સને દુખી કરે તેવી છે. લાંબા સમય બાદ તેની તસવીરો મીડિયામાં આવી છે જેમાં તે પિંક ટી-શર્ટ અને બ્લેક જિમ પેન્ટમાં નજર આવે છે. બિપાશાએ છેલ્લે રક્ષાબંધનનાં દિવસે તેનાં ભાઇ સાથેની આ તસવીર શેર કરી હતી.
બિપાશાએ સફળ મોડલિંગ કરિયર બાદ 2001માં ‘અજનબી’થી બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો. વર્ષ 2002માં આવેલી રાઝ ફિલ્મથી તે સ્ટાર બની ગઈ હતી. જે બાદ ‘જિસ્મ’, ‘બરસાત’, ‘નો એન્ટ્રી’ જેવી ફિલ્મોથી તે બોલીવુડની ટોચની અભિનેત્રીમાં સામેલ થઈ હતી. ‘અપહરણ’, ‘કોર્પોરેટ’ અને ‘ઓમકારા’ જેવી ફિલ્મોથી તેણે લોકોના દિલમાં અલગ સ્થાન બનાવી લીધું હતું. ‘રેસ’ અને ‘બચના એ હસીનો’માં તેણે શાનદાર રોલ ભજવ્યો હતો.
ભારે વાહન ચલાવનારા ચાલકોએ આપવો પડશે ઓટોમેટેડ ડ્રાઈવિંગ ટેસ્ટ, જાણો ગુજરાતમાં કેટલા ટ્રેક બનાવાશે
આર્થિક મંદીને લઈ RBIના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને આપ્યું મોટું નિવેદન, કહ્યું......
‘ભારત આઝાદ થયું ત્યારે ખબર ન હતી પણ કાશ્મીર આઝાદ થયું એની અનુભૂતિ કરી’, BJPમાં સામેલ થયા બાદ ગુજરાતના જાણીતા કલાકારનું નિવેદન, જાણો વિગતે
![ચાર વર્ષથી નથી મળી કોઈ ફિલ્મ, મેકઅપ વગર જોવા મળી બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/19210341/bipasha1-300x233.jpg)
![ચાર વર્ષથી નથી મળી કોઈ ફિલ્મ, મેકઅપ વગર જોવા મળી બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/19210359/bipash2-300x228.jpg)
![ચાર વર્ષથી નથી મળી કોઈ ફિલ્મ, મેકઅપ વગર જોવા મળી બોલીવૂડની આ હોટ એક્ટ્રેસ, જુઓ તસવીરો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/19210417/bipasha-300x218.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)