શોધખોળ કરો
મુંબઈઃ આ અભિનેત્રીને સોસાયટીએ ઘર ખાલી કરવા કર્યું ફરમાન, કારણ જાણીને તમે ચોંકી જશો
1/4

અંગ્રેજી અખબાર સાથે વાત કરતા નીધિએ કહ્યું કે હું મારી મિત્ર સાથે અહીં છ મહિનાથી રહેતી હતી. હવે ફરી ઘર શોધવાનું છે. તેણે કહ્યું કે સોસાયટીના લોકોને લાગે છે કે એક અભિનેત્રીનું કોંપ્લેક્સમાં રહેવું યોગ્ય નથી. સોસાયટીઓ મોડેલ કે અભિનેત્રીઓને ઘર ભાડે આપવાનું પસંદ કરતી નથી કેમકે તેઓ માને છે કે યુવતીઓ ખોટા રસ્તેથી પૈસા કમાય છે.
2/4

એક રિપોર્ટ અનુસાર હાઉસિંગ સોસાયટી કો-ઓપરેટીવ સોસાયટી એક્ટ હેઠળ કેટલાક લોકોને ઘર ભાડે ન આપી શકાય તેવા નિયમો બનાવે છે. જો કે આ ગેરબંધારણીય છે. ભારતનો કોઈ પણ નાગરિક રંગ, ધર્મ, જાતિ,જ્ઞાતિ, મેરિટલ સ્ટેટસ કે ખોરાકની પસંદના બાંધ વિના દેશમાં ક્યાંય પર રહી શકે છે.
Published at : 19 May 2017 11:57 AM (IST)
View More























