શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની આ એક્ટ્રેસનું ટ્વિટર એકાઉન્ટ થયું સસ્પેન્ડ, વીડિયો જાહેર કરીને કહી આ વાત
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને પાયલે કહ્યું, મને હમણા જ ખબર પડી કે મારું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
નવી દિલ્હીઃ પોતાના બોલ્ડ નિવેદનોના કારણે ચર્ચામાં રહેતી એક્ટ્રેસ પાયલ રોહતગી ફરી એક વખત ન્યૂઝમાં છે. બિગ બોસ 12ની સ્પર્ધક પાયલ રોહતગી સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહ છે. થોડા સમય પહેલા તેની એક પોસ્ટને લઈ જેલમાં પણ જવું પડ્યુ હતું. હવે ફરી એક વખત તે વિવાદમાં છે.
પાયલ રોહતગીનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પાયલના કહેવા મુજબ, એકાઉન્ટ સસ્પેન્ડ કરતા પહેલા તેને કોઈ પ્રકારની સૂચના આપવામાં આવી નહોતી. ટ્વિટરની આ કાર્યવાહીને લઈ નારાજગી વ્યક્ત કરી છે. ટ્વિટર પર હેશટેગ પાયલ રોહતગી ટ્રેન્ડ થઇ રહ્યું છે.
ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને પાયલે કહ્યું, મને હમણા જ ખબર પડી કે મારું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. તે પણ કોઈ કારણ વગર. હું ન તો કોઈને ગાળ આપું છું કે ન તો કોઈને અપશબ્દો કહું છું, છતાં મારી સાથે આમ કેમ થયું.
વીડિયોમાં તેણે કહ્યું, કેટલાક લોકોના કારણે મારું ટ્વિટર એકાઉન્ટ સસ્પેંડ કરી દેવામાં આવ્યું છે. હું તમને અપીલ કરું છું કે મારા ટ્વિટર એકાઉન્ટને ફરી શરૂ કરવા અવાજ ઉઠાવો નહીંતર હું તમારી સાથે વાત નહીં કરું.
આ પહેલા પણ તેનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement