શોધખોળ કરો
Advertisement
બોલિવૂડની કઈ અભિનેત્રી બાળકને જન્મ આપીને માતા બનવા માગે છે? જાણો શું કર્યો મોટો ખુલાસો?
પ્રિંયંકા ચોપરાએ ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે પતિ નિક જોનાસ સાથે લોસ એન્જલસમાં એક ઘર ખરીદીને રહેવા માંગે છે અને એક બાળકને જન્મ આપવા માંગે છે.
મુંબઈ: હોલિવૂડ અને બોલિવૂડમાં ફેમસ થયેલ દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ મોટો ખુલાસો કર્યો છે. જ્યારથી પ્રિયંકાએ નિક જોનાસ સાથે લગ્ન કર્યા છે ત્યારથી કોઈને કોઈ વાતને લઈ તે ચર્ચામાં રહે છે. પ્રિયંકાની પ્રેગ્નેન્સીને લઈને પણ ઘણી ખબરો સામે આવી છે પરંતુ હવે તો ખુદ પ્રિયંકાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
એક ફેશન મેગેજીનને આપેલા ઈન્ટરવ્યૂમાં પ્રિયંકાએ એવું માન્યું કે, તેના ફ્યુચર પ્લાનિંગમાં એક બાળક અને એક ઘર ખરીદવાનું છે. તેણે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે પતિ નિક જોનાસ સાથે લોસ એન્જલસમાં એક ઘર ખરીદીને રહેવા માંગે છે અને એક બાળકને જન્મ આપવા માંગે છે.
જોકે દેશી ગર્લ પાસે પહેલાથી જ મુંબઈ અને ન્યૂયોર્ક જેવી સીટીમાં આલિશાન ઘર તો છે જ પણ એમનું માનવું છે કે અહીં મલ્ટી સ્ટોરી ઈમારતો ખુબ છે અને લોસ એન્જલસમાં જગ્યાની કોઈ કમી નથી.
તેને ઘર વિશે આગળ વાત કરી કે પોતાનાં ઘરમાં એક સ્વિમિંગ પુલ અને બેકયાર્ડ હોવું જોઈએ. ત્યાર બાદ લોકેશનની બાતતમાં જણાવ્યું હતું કે, લોસ એન્જલસની એકદમ વચ્ચે રહેવું છે કે, જેથી કરીને ત્યાંની મોસમ મુંબઈની યાદ અપાવતી રહે. ઘર ખરીદવા સિવાય પ્રિયંકા બને એટલી જલ્દી હવે એક બાળક પેદા કરવા માગે છે. ઘર અને બાળક એ જ એમનું આગળનું પ્લાન છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement