શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ચોપરાએ હાથમાં પહેરેલી ઘડિયાળની કિંમત સાંભળીને ચક્કર આવી જશે! જાણો વિગત
પ્રિયંકાએ હાથમાં રોઝ ગોલ્ડ રંગની ઘડિયાળ પહેરી છે. પ્રિયંકાનો આ ફોટો તેની તસવીરને કારણે નહીં પરંતુ તેની ઘડિયાળને કારણે વાયરલ થયો છે. પ્રિયંકાએ આ ઘડિયાળનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો.
બોલિવુડ બાદ હોલિવુડમાં પણ પોતાનો ડંકો વગાડનાર પ્રિયંકા ચોપડાને ગ્લોબલ આયકોન માનવામાં આવે છે. પ્રિયંકા ફિલ્મો ઉપરાંત મોંઘા આઉટફિટ્સ, બેગ્સ અને શૂઝ તથા જ્વેલરીને કારણે પણ ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ પ્રિયંકાની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં પ્રિયંકાએ વ્હાઈટ બ્લેઝર અને વ્હાઈટ સ્કર્ટ પહેર્યું હતું અને પ્રિયંકા પોતાના પતિનો હાથ પકડીને ચાલી રહી છે.
પ્રિયંકાએ હાથમાં રોઝ ગોલ્ડ રંગની ઘડિયાળ પહેરી છે. પ્રિયંકાનો આ ફોટો તેની તસવીરને કારણે નહીં પરંતુ તેની ઘડિયાળને કારણે વાયરલ થયો છે. પ્રિયંકાએ આ ઘડિયાળનો ફોટો સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો હતો. Chopard બ્રાન્ડની આ ઘડિયાળમાં ડાયમંડ જડેલા છે.
આ ફોટો શેર કરતા પ્રિયંકાએ લખ્યું હતું કે, આ Cannes જવાનો સમય છે, આ Chopard સાથે. પ્રિયંકાની ઘડિયાળની કિંમત સાંભળી તમે પણ નવાઈ પામી જશો. આ રોઝ ગોલ્ડ ઘડિયાળની કિંમત 26 લાખ 54 હજાર રૂપિયા છે.
આ પહેલીવાર નથી પ્રિયંકાએ આટલી મોંઘી ચીજ પહેરી હોય. બિલબોર્ડ મ્યુઝિક એવોર્ડ 2019માં તેણે 1.8 કરોડ રૂપિયાની જ્વેલરી અને કપડાં પહેર્યા હતા. Cannesમાં પ્રિયંકાનો રેડ કાર્પેટ લૂક ખાસ્સો ચર્ચામાં રહ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement