શોધખોળ કરો
Advertisement
પહેલીવાર સારા અલી ખાને વજન ઉતાર્યાં પહેલાનો વીડિયો કર્યો શેર, લોકોએ શું કહ્યું?
બોલિવૂડમાં એન્ટ્રી કરી તે પહેલા સારા અલી ખાનનું વજન બહુ જ હતું જેનો વીડિયો તેણો પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યો
મુંબઈ: હાલ બોલિવૂડની સુંદર અભિનેત્રીઓની યાદીમાં સારા અલી ખાનનું નામ મોખરે છે. તે ઘણી વાર તેના જિમ લૂકમાં પણ જોવા મળે છે. અભિનેત્રી સારા અલી ખાન ફિલ્મોમાં એન્ટ્રી કરી તે પહેલાં તેનું વજન ખૂબ જ વધારે હતું. જેનો તેણે હાલ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો જોઈને સારાના ચાહકો પહેલાં તો ચોંકી ગયા હતાં જ્યારે આ વીડિયો જોયા પછી પણ તમે સારાને ઓળખી શકશો નહીં.
આ વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે, અભિનેત્રી સારા અલી ખાન એક ફ્લાઈટમાં મિત્રો સાથે બેસી છે. વીડિયોમાં સારા અલી ખાને ક્યૂટ એક્સપ્રેશન્સ આપ્યા હતાં. જ્યારે વીડિયોના બેકગ્રાઉન્ડમાં જૂની બોલિવૂડ ફિલ્મનું ગીત સાંભળવા પણ મળી રહ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે.
વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતા સારા અલી ખાને લખ્યું હતું કે, જે છે તેના કરતાં વધુ હળવું બનાવો. તેણે આ વીડિયોની ક્રેડિટ જિમના ઈન્સ્ટ્રક્ટરને આપી હતી.
નોંધનીય છે કે, ફિલ્મોમાં આવતાં પહેલા સારાનું વજન 96 કિલોગ્રામ હતું. સારાએ વજન ઉતારવા માટે ખૂબ જ મહેનત કરી હતી અને 30 કિલોગ્રામ વજન ઉતાર્યું હતું. સારા અલી ખાન ‘કેદારનાથ’ અને ‘સિમ્બા’ ફિલ્મમાં જોવા મળી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement