શોધખોળ કરો
બોલીવુડની આ હોટ એકટ્રેસે શાહરૂખ સાથે પ્રથમ મુલાકાતને લઈ કહ્યું, ‘પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવું લાગ્યું’
શાહરૂખ ખાન સાથે વિદ્યા બાલન માત્ર બે ગીતોમાં નજરે પડી છે. તાજેતરમાં જ વિદ્યાને શાહરૂખ સાથે તેની પ્રથમ મુલાકાત અંગે ફેને સવાલ કર્યો હતો.

બોલીવુડ એક્ટ્રેસ વિદ્યા બાલનના ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 14 વર્ષ પૂરા થઈ ગયા છે. અત્યાર સુધીની સફરમાં તેણે અનેક સ્ટાર્સ સાથે કામ કર્યું છે. પરંતુ શાહરૂખ ખાન સાથે તે માત્ર બે ગીતોમાં નજરે પડી છે. તાજેતરમાં જ વિદ્યાને શાહરૂખ સાથે તેની પ્રથમ મુલાકાત અંગે ફેને સવાલ કર્યો હતો. જેના પર વિદ્યાએ કહ્યું, પ્રથમ મુલાકાતમાં એવું લાગ્યું કે પગ નીચેથી જમીન સરકી ગઈ છે.
વિદ્યા બાલન પ્રથમ વખત 2007માં ઓમ શાંતિ ઓમના સ્પેશલ સોંગ દીવાનગી-દીવાનગીમાં નજરે પડી હતી. જે બાદ તે હે બેબીમાં શાહરૂખ સાથે સ્પેશિયલ રોલમાં જોવા મળી હતી. પ્રથમ મુલાકાતને યાદ કરતાં વિદ્યાએ જણાવ્યું કે, શાહરૂખ ખુબ ચાર્મિંગ વ્યક્તિ છે. પ્રથમ વખત મળ્યા તો એવું લાગ્યું હતું કે મારા પગ નીચેથી જમીન ખસી ગઈ છે.
તેણે કહ્યું કે, જો કોઈ સારી સ્ક્રિપ્ટ આવશે અને શાહરૂખ ખાન સાથે કામ કરવાનો મોકો મળશે તો ચોક્કસ કરીશ.
કોહલી, બુમરાહે બતાવ્યા સિક્સ પેક, રોહિત અને પંતે ફાંદ છુપાવવા શું કર્યું, જાણો વિગત
ભાજપમાં જોડાયાના માત્ર બે દિવસમાં જ હેમંત ચૌહાણે ફેરવી તોળ્યું, વીડિયો પોસ્ટ કરીને કહી આ મોટી વાત, જાણો વિગત


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ખેતીવાડી
ક્રિકેટ
દેશ
Advertisement
