મુંબઈ: એનજીઓ મિજવાન વેલફેર સોસાયટી માટે શાહરૂખ ખાન અને અનુષ્કા શર્માએ રેમ્પવોક કર્યુ હતું. આ ફેશન શો જોવા માટે શ્રીદેવી, હુમા કુરેશી, સંગીતા બિજલાની, શ્રેયા સરન જેવી અભિનેત્રીઓ આવી હતી. ઉલ્લેખનીય છે કે શબાના આઝમીના પિતા અને દિવંગત શાયર કૈફી આઝમીએ આ ફાઉંડેશન શરૂ કર્યુ હતું. 40 કારિગરોથી શરૂ થયેલી આ સંસ્થામાં હવે 300 કારીગરોને રોજગાર આપે છે. મિજવાન વેલફેર સોસાયટીનું સંચાલન શબાના આઝમી કરે છે અને આ શોનું આયોજન પણ તેમણે કર્યુ હતું.