શોધખોળ કરો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

1990ના દાયકામાં "જોરૂ કા ગુલામ" જેવી ફિલ્મો બનાવનારા દિગ્દર્શક શકીલ નૂરાની વિવાદમાં ફસાયા છે. તેમની ધરપકડ કરવામાં આવી છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • નિર્દેશક શકીલ નૂરાનીની બળાત્કાર કેસમાં પોલીસે ધરપકડ કરી.
  • તેમના પર જાતીય શોષણ, ડ્રગ્સ આપી વીડિયો બનાવવાનો આરોપ.
  • શકીલ નૂરાની 12 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.
  • તેઓ 40 દિવસથી ફરાર હતા, સતારાથી ધરપકડ થઈ.

1990ના દાયકામાં "જોરૂ કા ગુલામ" જેવી ફિલ્મો બનાવનારા દિગ્દર્શક શકીલ નૂરાની વિવાદમાં ફસાયા છે. તેમની ધરપકડ કરવામાં આવી છે. મુંબઈની માલવાની પોલીસે તેમની બળાત્કારના કેસમાં ધરપકડ કરી છે. તેઓ 12 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે. તેમના પર જાતીય શોષણ, અભિનેત્રીને ડ્રગ્સ આપવા અને વીડિયો શૂટ કરવાનો આરોપ છે.

શકીલ નૂરાની સામે શું આરોપ છે?

પોલીસના જણાવ્યા અનુસાર, નૂરાની 33 વર્ષીય અભિનેત્રીને આગામી ફિલ્મ પ્રોજેક્ટની ચર્ચા કરવાના બહાને માલવાની સ્થિત તેમના નિવાસસ્થાને લઈ ગયો હતો. ત્યાં તેમણે તેના પર જાતીય શોષણ કરવાનો આરોપ છે. આ કેસમાં કથિત રીતે તેણીને નશીલો પદાર્થ આપી અને બાદમાં વીડિયો બનાવીને ધમકી આપવાનો પણ આરોપ લાગ્યો છે.

અહેવાલો અનુસાર, 73 વર્ષીય શકીલ નૂરાનીને શનિવારે મુંબઈના માલવાની પોલીસે મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ફાર્મહાઉસમાંથી ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, શકીલ લગભગ 40 દિવસથી ધરપકડથી બચી રહ્યો હતો. પરંતુ હવે તેની ધરપકડ કરવામાં આવી છે.

શકીલ પર ગંભીર આરોપો

અભિનેત્રીનો આરોપ છે કે શકીલ તેના વાંધાજનક વીડિયો જાહેર કરવાની ધમકી આપીને તેને બ્લેકમેલ કરી રહ્યો હતો. ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કથિત ઘટનાઓને કારણે ગર્ભપાત થયો હતો. ફરિયાદના આધારે પોલીસે કેસ નોંધ્યો અને તપાસ શરૂ કરી. ત્યારબાદ પોલીસે  શકીલ નૂરાનીની ધરપકડ કરી હતી. 

નૂરાની 12 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે.

અભિનેત્રીની ફરિયાદ બાદ માલવાની પોલીસે નૂરાનીની ધરપકડ કરી હતી. ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 64(2)(M), 123, 351(2) અને 88 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેમની ધરપકડ બાદ શકીલ નૂરાનીને ગઈકાલે, 8 ઓગસ્ટના રોજ માલવાની પોલીસે બોરીવલી હોલિડે કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો, જ્યાં તેમને 12 ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.

કોણ છે શકીલ નૂરાની?

જોકે, શકીલ નૂરાની 73 વર્ષના છે અને 33 વર્ષીય અભિનેત્રી દ્વારા તેમના પર લગાવવામાં આવેલા ગંભીર આરોપો બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે. નૂરાની તેમના ફિલ્મી કારકિર્દીમાં ઘણા નોંધપાત્ર પ્રોજેક્ટ્સનો ભાગ રહ્યા છે. તેમણે "બડે દિલવાલા" (1999) અને "જોરૂ કા ગુલામ" (2000) જેવી ફિલ્મો લખી, નિર્માણ અને દિગ્દર્શન કર્યું છે. તેમની ફિલ્મોની યાદી ઘણી લાંબી છે.                  

Frequently Asked Questions

શકીલ નૂરાનીની ધરપકડ શા માટે કરવામાં આવી છે?

તેમની ધરપકડ બળાત્કારના કેસમાં કરવામાં આવી છે. તેમના પર જાતીય શોષણ, અભિનેત્રીને ડ્રગ્સ આપી વીડિયો શૂટ કરવા અને બ્લેકમેલ કરવાનો આરોપ છે.

શકીલ નૂરાની હાલ ક્યાં છે?

શકીલ નૂરાની હાલ મુંબઈની માલવાની પોલીસ કસ્ટડીમાં છે. તેમને 8 ઓગસ્ટના રોજ કોર્ટ સમક્ષ રજૂ કરાયા બાદ 12 ઓગસ્ટ સુધી કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

શકીલ નૂરાનીની ધરપકડ ક્યાંથી કરવામાં આવી હતી?

મુંબઈની માલવાની પોલીસે શકીલ નૂરાનીની મહારાષ્ટ્રના સતારા જિલ્લાના એક ફાર્મહાઉસમાંથી ધરપકડ કરી હતી. તેઓ લગભગ 40 દિવસથી ધરપકડથી બચી રહ્યા હતા.

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | શ્રેષ્ઠદાન
Hun To Bolish | હું તો બોલીશ | ભૂવાજી ધૂણે છે કેમ?
Surat: બારડોલી ટ્રિપલ મર્ડર કેસમાં પોલીસને સફળતા, મહારાષ્ટ્રથી 1 શખ્સની અટકાયત, વીમા વિવાદની આશંકા
3 ડિસેમ્બરે બેન્ક કર્મચારીઓની દેશવ્યાપી હડતાળ, જાણો કારણ
બદ્રીનાથ દાન ચોરી બાદ SITની તપાસ સમિતિએ શું આપ્યા મંદિર મેનેજમેન્ટને સૂચનો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Junagadh: જૂનાગઢ કિન્નર અખાડામાં બબાલ, ગિરનારી માતા પર ગદાથી હુમલો કરી મહામંડલેશ્વર અને મહંતો ફરાર
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Lalit Vasoya: પ્રફુલ પટેલની એકતાની અપીલ પર લલિત વસોયાએ ઉઠાવ્યા સવાલ, - 'સમાજના નામે રાજકીય ગંધ'
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
Gold Price: સોના-ચાંદીમાં સતત ઘટાડો, MCX પર સોનું 1,20,500 અને ચાંદી 1,41,000ને પર
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
બનાવટી દેવી-દેવતાઓની પૂજા ટાળો: વિશ્વ ઉમિયાધામમાં શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીની મોટી અપીલ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટે આપી મોટી રાહત, HCનો CBI અને ED તપાસનો આદેશ કર્યો રદ
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
ચૌધરી અને પાટીદાર સમાજને એક થવા જાહેર મંચ પરથી પ્રફુલ્લ પટેલની હાંકલ, શંકર ચૌધરીએ પણ આપ્યું સમર્થન!
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
Insurance: કાર અને બાઇક ઇન્શ્યૉરન્સ માટે સરકાર બદલી રહી છે કેટલાક નવા નિયમ, નહીં મળે પેટ્રૉલ
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
ICC રેન્કિંગમાં જસપ્રીત બુમરાહે લગાવી લાંબી છલાંગ, બીજા સ્થાન પર પહોંચ્યો, રોહિત શર્માને નુકસાન
Embed widget