શોધખોળ કરો
Advertisement
કામસૂત્ર 3Dની આ એક્ટ્રેસનું થયું નિધન, ઈન્ડસ્ટ્રીએ દુખ પણ ન કર્યું વ્યક્ત
કામસૂત્ર 3Dમાં જોવા મળેલ એક્ટ્રેસ સાયરા ખાનનું નિધન થયું છે. મીડિયા અહેવાલ અનુસાર, કાર્ડિયક એરેસ્ટને કારણે તેનું મોત થયું છે.
નવી દિલ્હીઃ કામસૂત્ર 3Dમાં જોવા મળેલ એક્ટ્રેસ સાયરા ખાનનું નિધન થયું છે. મીડિયા અહેવાલ અનુસાર, કાર્ડિયક એરેસ્ટને કારણે તેનું મોત થયું છે. 2013માં આવેલ આ વિવાદિત ફિલ્મમાં સાયરાએ શર્લિન ચોપરાની જગ્યા લીધી હતી. 2013 કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મનું પ્રથમ વખત સ્ક્રીનિંગ થયું હતું.
ફિલ્મની રિલીઝ દરમિયાન શર્લિનને લઈ ઘણો વિવાદ થયો હતો, જેના કારણે સાયરાને ઓળખ ન મળી શકી. સાયરાના મોત પર 'કામસૂત્ર 3D'ના નિર્માતા રૂપેલ પૌલે દુખ વ્યક્ત કર્યું છે. સાયરાના નિધન પર તેમણે એક એન્ટરટેનમેન્ટ પોર્ટલ સાથે વાતચીતમાં કહ્યું કે, મને આ વાતની બિલકુલ આશા ન હતી. રૂપેશે કહ્યું કે, શર્લિનની જગ્યા લીધા બાદ સાયરાએ ખુબ મુશ્કેલીનો સામનો કર્યો.
તેમણે કહ્યું કે, સાયરા માટે આ ભૂમિકા ખુબ જ પડકારરૂપ હતી. તે એક મુસ્લીમ પરિવારથી હતી, જે ખુબ જ રૂઢીવાદી પરિવાર હતો. આ કારણથી સાયરાને ફિલ્મમાં લેવામાં અમને સૌથી વધારે પરેશાનીનો સામનો કરવો પડ્યો. પરંતુ, જ્યારે સાયરાએ અભિનય નિભાવ્યો તો તેણે સાબિત પણ કરી બતાવ્યું કે તેના કરતા સારો અભિનય કદાચ કોઈ ન નિભાવી શક્યું હોત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
બિઝનેસ
દેશ
Advertisement