શોધખોળ કરો
એરપોર્ટ પર વ્હીલચેરમાં જોવા મળ્યો બોલીવુડનો આ જાણીતો સિંગર, જાણો શું થયું.....

મુંબઈઃ જાણીતો પ્લેબેક સિંગર સોનુ નિગમ ગંભીર બેક પેઇનના પગલે નેપાળની એક હૉસ્પિટલમાં સારવાર લઇ રહ્યો હતો. જ્યાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ તે સ્વદેશ પરત ફર્યો છે. સોનુ નેપાળના પોખરામાં એક કોન્સર્ટ સંબંધે ગયો હતો. દરમિયાન, તેને અસહ્ય બેક પેઇન ઉપડતાં તાત્કાલિક હૉસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. જ્યાં ડૉક્ટર પાંકા જાલન અને પ્રવીણે તેની સારવાર કરી હતી. તેને હૉસ્પિટલના વીઆઇપી લાઉન્જમાં દાખલ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ પર સિંગર તેની પત્ની મધુરિમા સાથે જોવા મળ્યો હતો. ફોટામાં સોનુ નિગમ વ્હીલચેર પર બેઠેલો જોવા મળ્યો હતો. વાંચોઃ ફિલ્મમેકર્સની આવી માંગના કારણે આ એક્ટ્રેસ છોડી દીધી એક્ટિંગ, જાણો વિગતે બોલીવુડ સિંગર હાલ સ્વાસ્થ્ય સંબંધી તકલીફનો સામનો કરી રહ્યો છે. થોડા દિવસો પહેલા સી ફૂડ ખાવાના કારણે તેને મુંબઈના નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જ્યાં બે દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. વાંચોઃ શહીદની પત્નીએ આપ્યો પુત્રને જન્મ, કહ્યું- પાકિસ્તાનથી લેશે બદલો સોનુએ પુલવામા હુમલાની આકરી ટીકા કરી હતી અને કહેવાતા સેક્યુલર્સને ખખડાવ્યા હતા કે તમે માનવ અધિકારોની વાત તો હવે કરતા જ નહીં. તમારો દંભ ખુલ્લો પડી ચૂક્યો છે. વાંચોઃ મલાઇકાએ અરબાઝ સાથે છૂટાછેડાને લઈ પહેલીવાર કર્યો ખુલાસો, જાણો વિગત ગુજરાતમાં એસટી કર્મચારીઓની હડતાળ, સ્કૂલ-લગ્ન પ્રસંગમાં જતાં લોકો અટવાયા, જુઓ વીડિયો
વધુ વાંચો





















