શોધખોળ કરો

આજે આમિર ખાનના ત્રીજા લગ્ન: ગૌરી સ્પ્રેટ સાથે કરશે રજિસ્ટર મેરેજ, ઘરમાં જ યોજાશે ફંક્શન

Aamir Khan Gauri Spratt Wedding Mumbai: એક્ટર આમિર ખાન ત્રીજા લગ્ન કરવા જઈ રહ્યો છે. તે પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરી રહ્યો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • આમિર ખાન 5 જુલાઈએ ત્રીજા લગ્ન કરશે.
  • તેઓ ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ઘરમાં લગ્ન કરશે.
  • વર્ષોની મિત્રતા પછી ગૌરી સાથે રિલેશનશિપમાં આવ્યા.

Aamir Khan Gauri Spratt Wedding:  એક્ટર આમિર ખાન પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તેઓ લગ્નના બંધનમાં બંધાવવાના છે. આ આમિર ખાનના ત્રીજા લગ્ન છે. તેઓ પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરી રહ્યા છે. આમિરે પોતે પોતાના લગ્નની પુષ્ટિ કરી છે. આ લગ્ન આમિરના ઘરમાં જ થવાના છે.

લગ્નને લઈને આમિર ખાને આ વાત કહી હતી

પેપરાઝી સાથે વાતચીત કરતા આમિરે પોતાના ત્રીજા લગ્ન અંગે વાત કરી હતી. તેમણે કહ્યું હતું, 'હું 5 જુલાઈના રોજ લગ્ન કરી રહ્યો છું. આ લગ્નનો એક નાનો પ્રસંગ હશે. લગ્ન ઘર પર જ થશે. આ લગ્નમાં બંને પરિવારના લોકો અને નજીકના મિત્રો સામેલ થશે. 5 જુલાઈ અમારા માટે ખૂબ જ ખાસ છે. અમે બધાના આશીર્વાદ ઈચ્છીશું. બધા અમારી આ સફર માટે પ્રાર્થના કરે.'

આ પણ વાંચો...નક્કી થઈ ગયા કાવ્યા મારનના લગ્ન! જાણો કોણ છે વરરાજા, શાહરુખ ખાન સાથે છે ખાસ કનેક્શન

જણાવી દઈએ કે આમિર ખાન અને ગૌરી ઘણા વર્ષોથી એકબીજાને જાણે છે. પહેલા બંને માત્ર મિત્રો હતા. પરંતુ પછી કિરણથી છૂટાછેડા લીધા બાદ તેઓ ગૌરી સાથે રિલેશનશિપમાં આવ્યા. આમિરે પોતાના બર્થડે પર ગૌરી સાથેના રિલેશનશિપની જાહેરાત પણ કરી હતી. ત્યાર પછીથી તેમને ગૌરી સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. ગૌરી સાથે આમિરના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.

આમિર ખાનના બે લગ્ન અને છૂટાછેડા

આમિર ખાન બે લગ્ન કરી ચૂક્યા છે. તેમના પહેલા લગ્ન રીના દત્તા સાથે થયા હતા. આ લગ્નથી આમિર ખાનને બે બાળકો આયરા અને જુનૈદ ખાન છે. આયરા ફિલ્મોથી દુર રહે છે અને જુનૈદ બોલિવૂડમાં ડેબ્યુ કરી ચૂક્યો છે. રીના અને આમિરના લગ્ન 16 વર્ષ ચાલ્યા હતા. વળી, બીજા લગ્ન આમિરે કિરણ સાથે કર્યા હતા. આ લગ્નથી તેમને એક દીકરો આઝાદ છે. કિરણ સાથે પણ આમિરના લગ્ન 16 વર્ષ જ ચાલ્યા હતા.

આમિર-ગૌરીની લવ સ્ટોરી

આમિર ખાન અને ગૌરીની લવ સ્ટોરીની વાત કરીએ તો, બંને એકબીજાને 25 વર્ષથી જાણે છે. શરૂઆતમાં બંને સારા મિત્રો હતા. પછી કિરણથી અલગ થયા બાદ આમિર ખાન ગૌરીની નજીક આવ્યા. 2025 માં આમિરે ગૌરી સાથેના રિલેશનશિપને પબ્લિક કર્યા હતા.

રવિ કિશને અભિનંદન પાઠવ્યા
અભિનેતા રવિ કિશને આમિર ખાનને તેમના લગ્ન માટે અભિનંદન પાઠવ્યા છે. રવિ કિશને ઉલ્લેખ કર્યો છે કે તેઓએ આમિર દ્વારા નિર્મિત ફિલ્મ *લાપતા લેડીઝ* માં કામ કર્યું હતું, જે તેમના જીવનમાં એક મહત્વપૂર્ણ વળાંક હતો. તેમણે આમિર ખાનને લગ્ન માટે હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા.

Frequently Asked Questions

આમિર ખાન કોની સાથે અને ક્યારે લગ્ન કરી રહ્યા છે?

આમિર ખાન તેમની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે 5 જુલાઈના રોજ લગ્ન કરી રહ્યા છે. આ લગ્ન એક નાનો પ્રસંગ હશે અને તેમના ઘરે જ થશે.

આમિર ખાનના આ કેટલામાં લગ્ન છે?

આમિર ખાનના આ ત્રીજા લગ્ન છે. તેમના પહેલા બે લગ્ન રીના દત્તા અને કિરણ રાવ સાથે થયા હતા, જે બંને 16-16 વર્ષ ચાલ્યા હતા.

આમિર ખાન અને ગૌરી સ્પ્રેટનો સંબંધ કેવી રીતે શરૂ થયો?

આમિર અને ગૌરી એકબીજાને 25 વર્ષથી જાણે છે અને શરૂઆતમાં સારા મિત્રો હતા. કિરણથી છૂટાછેડા લીધા પછી, આમિર ગૌરીની નજીક આવ્યા અને તેમના જન્મદિવસ પર સંબંધની જાહેરાત કરી.

આમિર ખાનના લગ્નમાં કોણ હાજર રહેશે?

આમિર ખાનના લગ્નમાં બંને પરિવારના લોકો અને નજીકના મિત્રો સામેલ થશે. આ એક નાનો અને અંગત પ્રસંગ હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Advertisement

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
Independence Day 2026: PM મોદીનું લાલકિલ્લાની પ્રાચીર પરથી 77 મિનિટનું સંબોધન, જાણો મહત્વના મુદ્દા
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
ચંદીગઢમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, પોલીસે છોડ્યા ટિયર ગેસના ગોળા, જાણો કેમ રસ્તા પર ઉતર્યા લોકો
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Embed widget