શોધખોળ કરો
Advertisement
બૉલીવુડમાં ચર્ચાઇ રહેલા નેપૉટિઝ્મ પર પહેલીવાર બોલ્યો અભિષેક બચ્ચન, કહ્યું- મારા પિતાએ મારી.......
અભિષેક બચ્ચને નેપૉટિઝ્મના મુદ્દે પોતાનો મત આપ્યો, તેને કહ્યું- ફેક્ટ એ છે કે અમિતાભ બચ્ચને ક્યારેય કોઇને ફોન નથી કર્યો, તેમને ક્યારેય મારા માટે ફિલ્મ નથી બનાવી. આનાથી વિપરીત, મેં તેમના માટે એક ફિલ્મ પ્રૉડ્યૂસ કરી, જેનુ નામ પા છે
મુંબઇઃ બૉલીવુડમાં હાલ ચર્ચામાં ચઢેલા નેપૉટિઝ્મના મુદ્દાને લઇને પહેલીવાર સ્ટાર કિડ્સના નિવેદનો સામે આવી રહ્યાં છે. આ મામલે હવે અમિતાભ બચ્ચના પુત્ર અભિષેક બચ્ચને મોટુ નિવેદન આપ્યુ છે. અભિષેકનુ કહેવુ છે કે મને મારી પિતાએ ક્યારેય પેરવી નથી કરી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2000માં ફિલ્મ રેફ્યૂજીથી બૉલીવુડમાં ડેબ્યૂ કરનારા અભિષેક બચ્ચનને અનેકવાર સ્ટાર કિડ્સના મુદ્દા પર ટ્રૉલ થવુ પડી રહ્યું છે.
અભિષેક બચ્ચને નેપૉટિઝ્મના મુદ્દે પોતાનો મત આપ્યો, તેને કહ્યું- ફેક્ટ એ છે કે અમિતાભ બચ્ચને ક્યારેય કોઇને ફોન નથી કર્યો, તેમને ક્યારેય મારા માટે ફિલ્મ નથી બનાવી. આનાથી વિપરીત, મેં તેમના માટે એક ફિલ્મ પ્રૉડ્યૂસ કરી, જેનુ નામ પા છે. લોકો સમજે છે કે આ એક બિઝનેસ છે. જો પહેલી ફિલ્મમાં કંઇ ના દેખાયુ કે હીટ ના થઇ તો તમને બીજો પ્રૉજેક્ટ મળવો બહુ મુશ્કેલ છે કે પછી નથી મળતો. આ જ આ દુનિયાની સચ્ચાઇ છે.
અભિષેક બચ્ચને કહ્યું- હું જાણુ છે કે જ્યારે મારી ફિલ્મો ના ચાલી તો મને ફિલ્મોમાં રિપ્લેસ કરવામાં આવ્યો, કેટલીક ફિલ્મો શરૂ થઇ પણ બજેટના કારણે બની ના શકી, અને તે સમયે મારી પાસે એટલો પૈસો ન હતો. અહીં તમે અમિતાભ બચ્ચના દીકરા છો ઓહ શું નસીબ લઇને પેદા થયો છો. અભિષેકની આગામી ફિલ્મ લૂડો રિલીઝ થવાની છે. આ ફિલ્મને અનુરાગ બાસુએ ડાયેરેક્ટ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement