શોધખોળ કરો
Advertisement
અક્ષય કુમારે હવે પોતાની ફિલ્મની 'ફી'માં વધારો કર્યો, હવે એક ફિલ્મના લેશે આટલા બધા કરોડ............
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અક્ષય આ વર્ષે સૂર્યવંશી, લક્ષ્મી બૉમ્બ અને બચ્ચન પાંડે સહિતના ચાર ફિલ્મ કરશે
મુંબઇઃ બૉલીવુડના ખેલાડી તરીકે જાણીતા અક્ષય કુમારના સ્ટાર હાલ સૌથી વધુ ચમકી રહ્યાં છે. બેક ટૂ બેક હીટ ફિલ્મો આપ્યા બાદ અક્ષય હવે પોતાની ફિલ્મની ફીમાં વધારો કરવાનો છે. ગયા વર્ષે સૌથી વધુ હીટ ફિલ્મો આપીને સૌથી વધુ કમાણી કરનારો સ્ટાર પણ બની ગયો છે.
2019માં અક્ષયે કેસરી, મિશન મંગલ, હાઉસફૂલ 4 અને ગુડ ન્યૂઝ જેવી હીટ ફિલ્મો આપી છે. જેથી હવે નવા વર્ષે નવા પ્રૉજેક્ટને અક્ષય ભારે ભરખમ રકમ સાથે ડીલ કરી શકે છે. ચર્ચા છે કે, અક્ષય પોતાની આગામી ફિલ્મ 120 કરોડ રૂપિયામાં ડીલ કરી શકે છે. આ ફિલ્મ આનંદ એલ રાય દ્વારા નિર્દેશિત કરવામાં આવશે. આ ખરેખર એક મોટો આકડો છે, એટલે હવે અક્ષય એક ફિલ્મના 120 કરોડ રૂપિયા ફી લેશે.
આનંદ એલ રાય આ ફિલ્મમાં અક્ષય કુમારને લીડ રૉલમાં, અને તેની સાથે સારા અલી ખાન, અને સાઉથ સુપરસ્ટાર ધનૂષ કાસ્ટ કરી શકે છે. જોકે હજુ સુધી આ વાતની પુષ્ટી થઇ નથી.
મીડિયા રિપોર્ટ એવા પણ છે કે આ ફિલ્મી બહુ જલ્દી જાહેરાત થઇ શકે છે. વળી, 2020માં રિલીઝ પણ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા અક્ષય આ વર્ષે સૂર્યવંશી, લક્ષ્મી બૉમ્બ અને બચ્ચન પાંડે સહિતના ચાર ફિલ્મ કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion