શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં આ હીરો-હીરોઇને ગુપચુપ રીતે કરી લીધી સગાઇ, લાંબા સમયથી કરતા હતા એકબીજાને ડેટ
અભિનેતા અંકુર રાઠીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઇની સુંદર તસવીર શેર કરતા જણાવ્યુ કે તેની સગાઇ 19 જુલાઇએ થઇ હતી, તેને કેપ્શનમાં લખ્યું- 19 જુલાઇ 2020
મુંબઇઃ કોરોનાની વચ્ચે પણ કેટલાક સેલેબ્સ લગ્ન અને સગાઇ કરી રહ્યાં છે. બૉલીવુડ એક્ટર અંકુર રાઠીએ પોતાની લૉન્ગ ટાઇમ ગર્લફ્રેન્ડ સાથે સગાઇ કરી લીધી છે. અંકુર રાઠી એક્ટ્રેસ અનુજા જોશીને લાંબા સમયથી ડેટ કરી રહ્યો હતો, અને હવે તેને તેની સાથે સગાઇ કરી લીધી છે. બન્નેની સગાઇની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.
અભિનેતા અંકુર રાઠીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઇની સુંદર તસવીર શેર કરતા જણાવ્યુ કે તેની સગાઇ 19 જુલાઇએ થઇ હતી, તેને કેપ્શનમાં લખ્યું- 19 જુલાઇ 2020...
બન્નેની સગાઇના સમાચાર સામે આવતા જ ફેન્સ અને ફ્રેન્ડ્સ તરફથી અભિનંદનની વર્ષાનો સિલસિલો શરૂ થઇ ગયો હતો. જોકે બન્નેએ ક્યારેય પોતાના સંબંધોને સંતાડવાની કોશિશ નથી કરી, અને સોશ્યલ મીડિયા પર હંમેશા એકબીજાની સાથે તસવીરો પૉસ્ટ કરતા દેખાતા હતા.
બન્ને જણાએ કોરોના કાળ અને લૉકડાઉનની વચ્ચે સગાઇ તો કરી લીધી છે, પણ હજુ સુધી એ વાતનો ખુલાસો નથી થયો કે બન્નેનો વેડિંગ પ્લાન ક્યારનો છે. અંકુર અને અનુજા બન્નેએ સોશ્યલ મીડિયા પર સુંદર તસવીરો એક જેવા જ કેપ્શન સાથે શેર કરી છે.
વળી, જો વર્ક ફ્રન્ટની વાત કરીએ તો બન્ને ક્યારે છેલ્લે તાપસી પન્નૂની સાથે ફિલ્મ થપ્પડમાં દેખાયો હતો. આ ફિલ્મમાં તેના કામ માટે તેને ખુબ પ્રસંશા મળી હતી. જોકે ફિલ્મોમાં અંકુરે હજુ મોટુ નામ નથી કમાયુ, પણ વાત જ્યારે ઓટીટી પ્લેટફોર્મની આવે છે ત્યારે તે એક જાણીતો ચહેરો બની જાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
દેશ
Advertisement