શોધખોળ કરો
Advertisement
બૉલીવુડના ક્યા હીરોની ગર્લફ્રેન્ડનો ભાઈ ડ્રગ્સ સાથે ઝડપાયો, હીરોને ડ્રગ્સ આપતો હોવાની ચર્ચા, જાણો વિગત
સુશાંત સિંહ રાજપૂત કેસમા આવેલા ડ્રગ્સ મામલામાં રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી સહિત અન્ય લોકોની એનસીબીએ ધરપકડ કરી લીધી હતી. અગિસિયાલોસની ધરપકડ બાદ એક્ટરનુ નામ પણ ચર્ચામાં આવ્યુ છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર અર્જૂન રામપાલની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સના ભાઇની ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સના ભાઇ અગિસિયાલોસ ડેમેટ્રિએડ્સને એનસીબી દ્વારા પકડવામાં આવ્યા બાદ અભિનેતા અર્જૂન રામપાલને લઇને પણ લોકો સવાલો ઉઠાવવા લાગ્યા છે. ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સે પોતાના ભાઇની ધરપકડ બાદ પોતાનુ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પ્રાઇવેટ કરી લીધુ છે. જોકે, અર્જૂન રામપાલનુ એકાઉન્ટ હજુ પણ પબ્લિક છે. ખાસ વાત છે કે સુશાંત સિંહ રાજપૂત કેસમા આવેલા ડ્રગ્સ મામલામાં રિયા ચક્રવર્તી અને તેના ભાઇ શૌવિક ચક્રવર્તી સહિત અન્ય લોકોની એનસીબીએ ધરપકડ કરી લીધી હતી. અગિસિયાલોસની ધરપકડ બાદ એક્ટરનુ નામ પણ ચર્ચામાં આવ્યુ છે.
એનસીબીએ અગિસિયાલોસને લોનાવાલાના એક રિસોર્ટમાંથી ઝડપી પાડ્યો હતો, તે ત્યાં પોતાની મંગેતરની સાથે રહેતો હતો, એક અધિકારીએ જણાવ્યુ કે, અગિસિયાલોસની પાસેથી 0.8 ગ્રામની કાળા રગની સ્ટિક મળી હતી. જેના મારફતે તે ચરસ વાપરતો હતો, ખાર સ્થિત તેના ઘરેમાં સર્ચ દરમિયાન એલ્પ્રાલોજમ ટેબલેટ્સ પણ મળી આવી હતી.
અગિસિયાલોસ ડેમેટ્રિએડ્સના કૉલ રેકોર્ડથી જાણવા મળ્યુ છે કે તે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ધરપકડ થયેલા લોકોના સંપર્કમાં હતો, એનસીબીના અધિકારીએ એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યુ હતુ કે- અગિસિયાલોસ કેટલાય પ્રકારના ડ્રગ્સ વેચતો હતો, તેના મોબાઇલ અને અન્ય ડિવાઇસીસથી જાણવા મળ્યુ છે કે તે દિપેશ સાવંત અને સેમ્યુઅલ મિરાંડાના સંપર્કમાં હતો, જેની રિયા અને શૌવિક સાથે લિંક હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
મનોરંજન
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement