દીપિકા પાદુકોણના 'ગહરાઇયાં'ના હૉટ સીન પર આ એક્ટર ગિન્નાયો, બોલ્યો- ઇજ્જત ભર્યા બજારમાં................
આ ફિલ્મની ડાયેરેક્ટર શકુન બત્રા છે. ફિલ્મ 25 જાન્યુઆરી, 2022ને ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે.
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) પોતાની આગામી ફિલ્મ 'ગહરાઇયાં'ને લઇને ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનુ ટ્રેલર લૉન્ચ થયુ છે, આમાં દીપિકા પાદુકોણે એકથી એક હૉટ સીન આપ્યા છે. આ સીન પર હવે એક્ટર કેઆરકે, કમાલ રશીદ ખાને કટાક્ષ કર્યો છે, તેને દીપિકાનુ નામ રણબીર કપૂર સાથે જોડીને સીધી જ તેની મજાક ઉડાવી દીધી છે. જુઓ ટ્વીટ.....
કેઆરકે (KRK)એ ટ્વીટર એકાઉન્ટ પર એક પૉસ્ટ શેર કીર છે, તેમાં તેને લખ્યું- રણબીર કપૂરને 'ગહરાઇયાં'નુ ટ્રેલર જોઇને ખુદને કહ્યું હશે કે થેન્ક્યૂ ઉપર વાળા. બચાવી લીધો દીપુની સાથે બ્રેકઅપ કરાવીને. નહીં તો આજે એવી ઇજ્જત ભર્યા બજારમાં નીલામ થતી.... આ ટ્વીટથી કેઆરકેએ સીધુ દીપિકાના સીનને ટાર્ગેટ કર્યો છે.
આ પહેલા પણ કેઆરકેએ એક ટ્વીટ કર્યુ હતુ, તેમાં લખ્યું હતુ -આજે મને બેશરમ લોકોની ફિલ્મ 'ગહરાઇયાં'ના ટ્રેલરના રિવ્યૂનો સમય ના મળ્યો, પરંતુ કાલે આનો રિવ્યૂ જરૂર કરીશ. આ નશેડી-ગંજેડી લોકો ક્યારેય નહીં સુધરે.
Ranbir kapoor Ne #Gehraiyaan ka trailer Dekh kar Khud Se Kaha hoga, Thank you Oopar Wale! Bacha liya Deepu Ke Saath break up Karakar! Nahi toh Aaj Aise Izzat Bhare Baazar Neelam Hoti.
— KRK (@kamaalrkhan) January 21, 2022
લગ્ન બાદ પહેલીવાર દીપિકા પાદુકોણે આ એક્ટર સાથે કર્યો જોરદાર રોમાન્સ, આપ્યા એકથી એક બૉલ્ડ સીન
Deepika Padukone Romance: અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)ની આગામી ફિલ્મનુ નામ અને પહેલી ઝલક સામે આવી ગઇ છે. આ ફિલ્મનુ નામ ગહરાઇયાં (Gehraiyaan) હશે. ફિલ્મનુ ટીઝર રિલીઝ થઇ ચૂક્યુ છે, અને આમાં દીપિકા પાદુકોણે લગ્ન બાદ પહેલીવાર આટલા બૉલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.
ગહરાઇયાં (Gehraiyaan) માં દીપિકા પાદુકોણ (Deepika Padukone) સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને અનન્યા પાંડે (Ananya Panday)ની સાથે દેખાશે.
ગહરાઇયાં (Gehraiyaan Teaser)ના ટીઝરમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi)ની સિઝલિંગ કેમેસ્ટ્રી છવાયેલી છે. ગહરાઇયાં (Gehraiyaan Teaser)ના ટીઝરમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી (Deepika Padukone Siddhant Chaturvedi Lip Lock) લિપ લૉક કરતા એકબીજાની સાથે જોરદાર રોમાન્સમાં ડુબેલા દેખાઇ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મની ડાયેરેક્ટર શકુન બત્રા છે. ફિલ્મ 25 જાન્યુઆરી, 2022ને ઓટીટી પ્લેટફોર્મ અમેઝોન પ્રાઇમ વીડિયો પર રિલીઝ થશે. ફિલ્મનુ શૂટિંગ કોરોનાકાળમાં 2020ના દરમિયાન ગોવા, મુંબઇ અને અલીબાગમાં થયુ હતુ.