શોધખોળ કરો

બૉલીવુડના કયા હીરોએ ગરીબોને મદદ કરવા ગીરવે મુકી દીધુ પોતાનુ ઘર અને દુકાનો, જાણો વિગતે

સોનુ સુદે ગરીબોની મદદ કરવા માટે પોતાની આઠ પ્રૉપર્ટીને ગીરવે મુકી છે, અને તેમાથી 10 કરોડ રૂપિયા એકઠા કર્યા છે, અને હવે તે ખુલ્લા દિલથી લોકોની મદદ કરી રહ્યો છે. રિપોર્ટ છે કે સોનુ સુદ 10 કરોડ ભેગા કરવા માટે પોતાની જુહુ સ્થિત આઠ પ્રૉપર્ટીને ગીરવે મુકી છે

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ ગરીબોની મદદ સતત કરી રહ્યો છે. મહામારીમાં લૉકડાઉન દરમિયાન હજારો મજૂરો અને ગરીબોને પોતાના ઘર સુધી પહોંચાડવામાં મદદ કર્યા બાદ હવે તેને આ મદદને સતત ચાલુ રાખી છે. જરૂરિયાતમંદોનો મસીહા બનેલા એક્ટર સોનુ સૂદ લઇને હવે એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ છે કે એક્ટર ગરીબોને મદદ કરવા માટે પોતાની પ્રૉપર્ટીને ગીરવે મુકી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર એક પ્રશ્ન સતત સામે આવ્યા કરતો હતો કે, લૉકડાઉનમાં પ્રવાસી મજૂરીની મદદ કરવા, તેમને ઘરે પહોંચડવા, ખાવાનુ પુરુ પાડવા સહિતની સેવાઓ કરવા માટે સોનુ સૂદ પૈસા લાવે છે ક્યાંથી. હવે તેને લઇને એક રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ છે કે સોનુ સૂદ જરૂરિયાતમંદોની મદદ કરવા માટે પોતાની 8 જેટલી પ્રૉપર્ટીને ગીરવે મુકી દીધી છે. પોતાનુ ઘર અને દુકાનો ગીરવે મુકીને એક્ટર ગરીબોની મદદ કરી રહ્યો છે. સોનુ સુદે ગરીબોની મદદ કરવા માટે પોતાની આઠ પ્રૉપર્ટીને ગીરવે મુકી છે, અને તેમાથી 10 કરોડ રૂપિયા એકઠા કર્યા છે, અને હવે તે ખુલ્લા દિલથી લોકોની મદદ કરી રહ્યો છે. રિપોર્ટ છે કે સોનુ સુદ 10 કરોડ ભેગા કરવા માટે પોતાની જુહુ સ્થિત આઠ પ્રૉપર્ટીને ગીરવે મુકી છે. બૉલીવુડના કયા હીરોએ ગરીબોને મદદ કરવા ગીરવે મુકી દીધુ પોતાનુ ઘર અને દુકાનો, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર) વેબ પોર્ટલ મનીકન્ટ્રૉલની પાસે ઉપલબ્ધ રજિસ્ટ્રેશન ડૉક્યૂમેન્ટ અનુસાર સોનુ સૂદ મુંબઇના જુહુ વિસ્તારમાં આવેલી પોતાની બે દુકાનો અને 6 ફ્લેટને ગીરવે મુકી રહ્યો છે. આ બન્ને દુકાનો ગ્રાઉન્ડ ફ્લૉર પર છે અને ફ્લેટ્સ શિવ સાગર કૉઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છે, આ હાઉસિંગ સોસાયટી ઇસ્કૉન મંદિરની પાસે એબી નાયર રૉડ પર આવેલી છે. આ રિપોર્ટ અનુસાર બતાવવામાં આવી રહ્યુ છે કે સોનુ સૂદને તેમની 8 પ્રૉપર્ટી સામે 10 કરોડ રૂપિયાની લૉન બેન્કે આપી છે, દસ્તાવેજો અનુસાર સોનુ સૂદે 10 કરોડ રૂપિયાની લૉન પર 5 લાખ રજિસ્ટ્રેશન ફીની ચૂકવણી કરી છે. આ પ્રૉપર્ટી સોનુ સૂદની સાથે તેની પત્ની સોનાલીના નામ પર પણ છે, જેને બેન્કની પાસે ગીરવે રાખવામાં આવી છે. જોકે આ રિપોર્ટની જાણકારી સોનુ સૂદ તરફથી ક્યાંય નથી આપવામાં આવી.

ટોપ સ્ટોરી

ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વાળુના સમયે વીજળી કેમ ગુલ ?
Hun To Bolish : હું તો બોલીશ : પકડાઈ 'પુલ'ની પોલમપોલ
Hun To Bolish : હું તો બોલીશ : દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત ક્યારે ?
Navratri Dome Collapses: અમદાવાદમાં નવરાત્રી પહેલાં દુર્ઘટના! પરંપરા નવરાત્રીનો ડોમ ધરાશાયી
Hun To Bolish | હું તો બોલીશ | ઓનલાઈનનું ટેન્શન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
CJPના વિરોધ પ્રદર્શનને લઈને દિલ્હીમાં ભારે સુરક્ષા, ટ્રેનો રદ, 45 મેટ્રો સ્ટેશન બંધ, ઇન્ટરનેટ પર પ્રતિબંધ; દીપકે કહ્યું- પ્રદર્શન તો થશે જ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
IND vs WI 2nd T20I : ભારતની શરમજનક હાર, વેસ્ટઇન્ડીઝે ચેઝ કર્યો 250 રનનો ટાર્ગેટ
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
'મહામહિમને અમે વોટ ચોરીના પૂરાવા આપશું', રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બોલ્યા રાહુલ ગાંધી 
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
10 લાખથી ઓછી કિંમતમાં CNG Car, Mileage પણ શાનદાર, જુઓ લિસ્ટ
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
Bypoll Results: નંદીગ્રામ-રેજીનગરમાં ભાજપની જીત, તમિલનાડુમાં TVK નો જલવો, પુડુચેરીમાં NDA ની જીત 
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
પનામામાં 7.6 ની તીવ્રતાનો ભૂકંપ, 5 દેશોમાં સુનામીની ચેતવણી, જાણો વધુ અપડેટ્સ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Weather Update: દેશના આ રાજ્યોમાં આજે વરસાદની આગાહી, IMDએ આપ્યું એલર્ટ
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Rahu-Ketu Gochar 2026: 5 ડિસેમ્બરથી રાહુ-કેતુ બદલશે ચાલ, 3 રાશિઓને મળી શકે છે મોટી તક  
Embed widget