શોધખોળ કરો
Advertisement
આ એક્ટરે શોધી લૉકડાઉનમાં ઘરમાં રહીને ફિટ રહેવાની ખાસ કસરતો, તસવીરો વાયરલ
વરુણ ધવન આજકાલ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. વરુણે યોગ શીખવાની જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને આપી હતી
મુંબઇઃ લૉકડાઉનના કારણે હાલ સ્વીમિંગ પૂલ, થિયેટરોની સાથે સાથી જીમ પણ બંધ છે. લોકો ફિટનેસ માટે હંમેશા જીમમાં જતા હોય છે પરંતુ લૉકડાઉનના કારણે ઘરમાં કસરત કરવી યોગ્ય છે. બૉલીવુડ એક્ટર વરુણ ધવન ફિટનેસને લઇને હંમેશા ગંભીર રહે છે, અને ઘરમાં રહીને જ ફિટનેસ જાળવી રાખવાની કેટલીક તરકીબો શોધી કાઢી છે. તેની તસવીરો હાલ ખુબ વાયરલ થઇ રહી છે.
વરુણ ધવન આજકાલ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. વરુણે યોગ શીખવાની જાણકારી પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને આપી હતી.
આ તસવીરમાં એક્ટર વરુણ ધવન યોગ કરતો દેખાઇ રહ્યો છે. એક્ટર યોગની સાથે સાથે કસરતની અવનવી ટેકનિકો કરી રહ્યો છે. વરુણ ધવનની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે અને ફન્સ તેને લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે.
વરુણ ધવનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હવે તે આગામી ફિલ્મ કુલી નંબર 1માં દેખાશે. લૉકડાઉન પુરી થયા બાદ એક્ટર વરુણ ધવન સારા અલી ખાન સાથે પ્રમૉશનમા જોડાઇ જશે. વરુણ છલ્લે ફિલ્મ કલંકમાં આલિયા ભટ્ટ સાથે દેખાયો હતો. જોકે, આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર ફ્લૉપ સાબિત થઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement