શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસને વર્ષો બાદ આવી પિતાની યાદ, ભાવુક થઇને કઇ તસવીર શેર કરી, જાણો વિગતે
પિતાના નિધનના ત્રણ વર્ષ બાદ પણ એશ્વર્યા રાય દરેક ખુશીમાં પહેલા પિતાને યાદ કરે છે. સોશ્યલ મીડિયા પર એશ્વર્યા રાય ખુબ એક્ટિવ રહે છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન પોતાના પિતાની ખુબ નજીક છે, પિતાના નિધનના ત્રણ વર્ષ બાદ પણ એશ્વર્યા રાય દરેક ખુશીમાં પહેલા પિતાને યાદ કરે છે. સોશ્યલ મીડિયા પર એશ્વર્યા રાય ખુબ એક્ટિવ રહે છે, અને અવારનવાર પોતાના પિતાની તસવીરો શેર કરતી રહે છે.
પિતાને કર્યા યાદ
તાજેતરમાંજ એશે એકવાર ફરી પોતાના પિતાને યાદ કરતા સોશ્યલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. ખરેખરમાં આજે એટલે કે બુધવારે એશના માતા-પિતાની મેરેજ એનિવર્સરી છે. આ ખાસ દિવસ પર તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોતાની મા અને દીકરીની સાથે એક તસવીર શેર કરી છે, જેમાં પાછળ તેના પિતાની પણ તસવીર દેખાઇ રહી છે. પૉસ્ટમાં એશે લખ્યું કે - MINE। હેપ્પી એનિવર્સરી મમ્મી-ડોડ્ડા- અજજા. તમને ખુબ પ્રેમ કરુ છુ. એશ્વર્યાની પૉસ્ટ પર તેના ફેન્સ પણ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યાં છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, એશ્વર્યા રાય બહુ જલ્દી ફિલ્મ પોન્નિયન સેલવનમાં દેખાશે. ખુબ લાંબા સમય બાદ તે ફરી એકવાર મણિરત્નમ સાથે કામ કરવાની છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
શિક્ષણ
દુનિયા
દેશ
Advertisement