શોધખોળ કરો

બોલીવૂડ એક્ટ્રેસ અમીષા પટેલની મુશ્કેલીઓમાં વધારો, કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું

ઉત્તર પ્રદેશની મુરાદાબાદ કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ કેસ 2017નો છે અને અભિનેત્રી પર છેતરપિંડીનો આરોપ છે.

Actress Ameesha patel : રાજપાલ યાદવ હાલમાં ચેક-બાઉન્સ કેસમાં તિહાડ જેલમાં છે. બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલની મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ઉત્તર પ્રદેશની મુરાદાબાદ કોર્ટે અભિનેત્રી વિરુદ્ધ બિન જામીનપાત્ર વોરંટ જારી કર્યું છે. આ કેસ 2017નો છે અને અભિનેત્રી પર છેતરપિંડીનો આરોપ છે. કોર્ટના આદેશ છતાં અમીષા પટેલ આ કેસમાં હાજર રહેવામાં નિષ્ફળ રહી છે. હવે, કોર્ટે કડક વલણ અપનાવ્યું છે અને બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું છે.  

શું છે સમગ્ર મામલો?

અહેવાલ છે કે 2017 માં અભિનેત્રીને લગ્નના કાર્યક્રમ માટે 14 લાખ 50 હજાર મળ્યા હતા. જોકે, પૈસા મળ્યા છતાં તે કાર્યક્રમમાં હાજર રહી શકી નહીં. મુરાદાબાદના રહેવાસી પવન કુમાર વર્માએ આ મામલે અમીષા પટેલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. પવન ડ્રીમ વિઝન નામની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીનો માલિક છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, અમીષાને ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં એક લગ્નમાં ડાન્લ કરવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

અમીષા પટેલે ₹11 લાખની એડવાન્સ માંગણી કરી હતી, જેના પર પવન માની ગયો. બાદમાં, લગ્ન દરમિયાન અમીષા દિલ્હી પહોંચી  અને ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે બીજા ₹2 લાખ માંગ્યા. પવન કુમારે બીજા પૈસા આપવાની ના પાડી. તેના ના પાડતાં અભિનેત્રી  જાણ કર્યા વગર પરત ફરી હતી.    

પવન કુમારે આરોપ લગાવ્યો કે અમીષાએ ₹11 લાખ પરત કર્યા નથી. અમીષા પટેલ ઉપરાંત, ફરિયાદીએ સુરેશ કુમાર, રાજકુમાર ગોસ્વામી અને અહેમદ શરીફ સામે કેસ દાખલ કર્યો છે. અભિનેત્રી પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ આરોપો છે, જેમાં કલમ 120B, 406, 504, 420 અને 506નો સમાવેશ થાય છે.    

બોલીવૂડ એક્ટ્રેસ અમીષા પટેલે આ કેસમાં કથિત રીતે ₹2 લાખનો ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયો. કોર્ટે 2026 માં તેને રૂબરૂ હાજર થવાનો આદેશ આપ્યો છે.      

બોલીવૂડ એક્ટ્રેસ અમીષા પટેલ બીજા એક કેસમાં પણ ફસાઈ ગઈ છે

2018 માં, તે આવા જ એક કેસમાં સામેલ હતી જ્યારે ઝારખંડના એક નિર્માતાએ તેની ફિલ્મ દેશી મેજિક માટે 2.5 કરોડ રુપિયાનું રોકાણ કર્યું હતું, જે ક્યારેય બની ન હતી. 2024 માં, અમીષા પટેલે સમગ્ર 2.5 કરોડ  ચૂકવી દીધા, ત્યારબાદ કેસનો ઉકેલ આવ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ

Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ

Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ

Kutch News: કચ્છમાં આજે જ્યાં રણ છે ત્યાં હતી માનવ વસાહત, સંશોધકોને મળી આવ્યા 100થી વધુ માનવ કંકાલો અને માટીના વાસણો

IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી

હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ

Embed widget