શોધખોળ કરો
Advertisement
સુશાંતની આ ગર્લફ્રેન્ડે ટ્વિન્સ સાથે પડાવી તસવીર, જાણો કોનાં છે આ બાળકો?
ટ્વિન્સની તસવીર શેર કરતાં અંકિતા લોખંડેએ કહ્યું- આ બન્નેનુ નામ અબીર અને અબીરા છે. જોકે, આ દરમિયાન એક્ટ્રેસે એ નથી જણાવ્યુ કે આ બન્ને કોના બાળકો છે. જો કે આ ટ્વિન્સ અંકિતાના બોયફ્રેન્ડ વિકી જૈનની બહેન વર્ષા જૈનના છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી અંકિતા લોખંડે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે બે બાળકો સાથે દેખાઇ રહી છે. આ ટ્વીટની તસવીરે લોકોમાં કુતુહલ જગાડ્યુ છે. ફેન્સ આ તસવીર પર ખુબ પ્રતિક્રિયાઓ આપી રહ્યાં છે.
ટ્વિન્સની તસવીર શેર કરતાં અંકિતા લોખંડેએ કહ્યું- આ બન્નેનુ નામ અબીર અને અબીરા છે. જોકે, આ દરમિયાન એક્ટ્રેસે એ નથી જણાવ્યુ કે આ બન્ને કોના બાળકો છે. જો કે આ ટ્વિન્સ અંકિતાના બોયફ્રેન્ડ વિકી જૈનની બહેન વર્ષા જૈનના છે, તેને બે જુડવા બાળકોને જન્મ આપ્યા છે. બોયફ્રેન્ડના ઘરમાં આવેલી આ ખુશીથી અંકિતા પણ ખુબ જ ખુશ છે. તેણે વર્ષાના જુડવા બાળકોના નામ સાથે ફોટો શેર કર્યો છે. સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ એક્ટ્રેસ ખુબ દુઃખી હતી, કેમકે તે સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ હતી.
અભિનેત્રી અંકિતા લોખંડેએ તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું- અમારો પરિવાર ખુબ ખુશ છે, એક નવી જિંદગીની શરૂઆત. અમારો પરિવાર આ બાળકોને જન્મ લેવાથી અમીર થઇ ગયો છે. વેલકમ અબીર અને અબીરા. અંકિતા લોખંડેની આ પૉસ્ટ પર ફેન્સ તરફથી ખુબ કૉમેન્ટ આવી રહી છે.
નોંધનીય છે કે, એક્ટ્રેસ અંકિતા લોખંડ રિયા ચક્રવર્તી પહેલા સુશાંત સિંહ રાજપૂતે ડેટ કરતી હતી, બન્ને રિલેશનશિપમાં હતા. અંકિતા અને સુશાંત એકતા કપૂરની ટીવી સીરિયલ પવિત્ર રિશ્તામાં એક સાથે જોવા મળ્યા હતા. આ શૉમાં કામ કરતાં કરતા બન્ને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. બન્નેની રિલેશનશીપ કેટલાય વર્ષો સુધી રહ્યું. પણ કારણોસર બન્ને છુટી પડી ગયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement