આશ્રમ એક્ટ્રેસ ઈશા ગુપ્તાનો હોટ જિમ વર્કઆઉટનો વીડિયો થયો વાયરલ
ઈશા ગુપ્તા બી-ટાઉનની સૌથી હોટ એક્ટર્સમાંથી એક છે. તે ઘણીવાર તેના જીમની બહાર તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ઈશા વર્કઆઉટ કરી પોતાને ફિટ રાખે છે.
મુંબઈ: ઈશા ગુપ્તા બી-ટાઉનની સૌથી હોટ અભિનેત્રીઓમાં એક છે. તે ઘણીવાર તેના જીમની બહાર તેના હોટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ઈશા વર્કઆઉટ કરી પોતાને ફિટ રાખે છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, અને તે અવારનવાર તેના ચાહકો સાથે તેની અદભૂત તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. આજે, તેણે એક હોટ વર્કઆઉટ વિડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે જિમમાં વર્કઆઉટ કરતી જોવા મળે છે.
શેર કરેલા વિડિયોમાં ઈશા પરફેક્ટ બોડી શેપ માટે જીમમાં કસરત કરી રહી છે. ઈશાના ફેન્સ તેની સુંદરતાના દિવાના છે, પરંતુ જુઓ તે આ માટે કેટલી મહેનત કરે છે. વીડિયોમાં અભિનેત્રી ઘણી અલગ-અલગ પ્રકારની એક્સરસાઇઝ કરતી જોવા મળી હતી. વર્કઆઉટ વીડિયો શેર કરતી વખતે એશાએ પંજાબીમાં કેપ્શન લખ્યું છે. ઈશાનો આ વર્કઆઉટ વીડિયો ચાહકોને પસંદ આવી રહ્યો છે. તેમની મહેનતની પણ પ્રશંસા કરે છે. વીડિયોમાં ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ પણ જોઈ શકાય છે.
આ વીડિયોમાં આશ્રમ 3 અભિનેત્રી બ્લેક સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે. તે પુશ-અપ્સ, ડેડલિફ્ટિંગ વગેરે કરતી જોવા મળે છે. તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વીડિયો શેર કર્યો છે. ઈશા ગુપ્તા માત્ર અભિનેત્રી જ નથી પણ સોશિયલ મીડિયા ક્વીન પણ છે. તેની તસવીર પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
ઈશા ગુપ્તાને પોતાની જ મસ્તિમાં જીવવું ગમે છે. પછી ભલે તે ગમે તેટલી ટ્રોલ થાય. દુનિયા ગમે તે કે, અભિનેત્રી કોઈની પરવાહ નથી કરતી. ઈશા વેસ્ટર્નથી લઈને ઈન્ડિયન આઉટફિટ્સમાં પણ શાનદાર લાગે છે. ઈશાની દરેક સ્ટાઈલ પર ફેન્સ ફીદા થઈ જાય છે. તેમની તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ જાય છે.
ઈશા ગુપ્તા પોતાની ફિટનેસને લઈને બોલીવૂડમાં જાણીતી છે. અભિનેત્રી ફિટ રહેવા માટે દરરોજ જિમમાં વર્કઆઉટ કરે છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઈશા તાજેતરમાં 'આશ્રમ 3'ના ત્રીજા ભાગમાં જોવા મળી હતી. આ વેબ સિરીઝ MX પ્લેયર પર 3 જૂને રિલીઝ કરવામાં આવી છે. આમાં ઈશાએ બોબી દેઓલ સાથે ઘણા ઈન્ટીમેટ સીન આપ્યા હતા. આ વેબ સિરીઝમાં સોનિયાના રોલમાં ઈશાને ખૂબ પસંદ કરવામાં આવી હતી.