શોધખોળ કરો
Advertisement
ટીવીની આ એક્ટ્રેસે ટાઇગર શ્રોફ કરતાં પણ જબરદસ્ત રીતે કરી ગુંડાની ધોલાઇ, વીડિયો વાયરલ
તાજેતરમાં જ હિના ખાને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પૉસ્ટ રિટ્વીટ કર્યો છે, જેમાં ભાગ બકુલ ભાગ શૉના એક શૂટિંગનો કટ મુક્યો છે. વીડિયો પ્રમાણે હિના ખાન ગુડાંની જબરદસ્ત સ્ટાઇલ સાથે ધુલાઇ કરતી દેખાઇ રહી છે
મુંબઇઃ ટીવી એક્ટ્રેસ હિના ખાન હાલ સોશ્યલ મીડિયામાં ખુબ ચર્ચામાં છે. હિના ખાનનો એક લેટેસ્ટ ફાઇટિંગ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે જે ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે. વીડિયોમાં હિના ખાનનો અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. હિના ખાને લૉકડાઉન દરમિયાન અવનવા વીડિયો અને તસવીરો શેર કરીને ફેન્સને હંમેશા પોતાની નજીક રાખ્યા છે.
તાજેતરમાં જ હિના ખાને પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર એક વીડિયો પૉસ્ટ રિટ્વીટ કર્યો છે, જેમાં ભાગ બકુલ ભાગ શૉના એક શૂટિંગનો કટ મુક્યો છે. વીડિયો પ્રમાણે હિના ખાન ગુડાંની જબરદસ્ત સ્ટાઇલ સાથે ધુલાઇ કરતી દેખાઇ રહી છે.
હિના ખાને ટ્વીટર પર વીડિયો રિટ્વીટ કરતાં લખ્યું- હુ @ColorsTV ટીવી પર આવી રહી છું, મારા બૉડી ડબલની કમાલ બતાવવા. હાહાહાહા... મેં કુદકા મારતી વખતે મારા જુતા પણ બદલ્યા. હુ જલ્દી આવી રહી છું. હું તે પ્રેમ કરુ છું.......
ટ્વીટર યૂઝરે એક્ટ્રેસ હિના ખાનના આ વીડિયો પર લખ્યું -Yeh kya kalabaazi hai @eyehinakhan.....
નોંધનીય છે કે, એક્ટ્રેસ હિના ખાને ટીવીની દુનિયામાં યે રિશ્તા ક્યા કહલાતા હૈથી દમદાર ઓળખ બનાવી દીધી છે. બાદમાં તેને કેટલાક શૉ અને રિયાલિટી શૉ કર્યા હતા. બાદમાં ટીવી પછી બૉલીવુડમાં પણ હેક્ડ ફિલ્મથી લોકોના દિલ જીતી લીધા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
દેશ
બિઝનેસ
Advertisement