શોધખોળ કરો
Advertisement
કંગનાએ બાલા સાહેબ ઠાકરેનો જુનો વીડિયો શેર કરીને શિવસેના પર શું કર્યો કટાક્ષ, જાણો વિગતે
કંગનાએ બીએમસીની આ કાર્યવાહીને કોર્ટમાં પડકારી છે. હવે આ મામલાને ધ્યાનમાં રાખીને કંગનાએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શિવસેના સંસ્થાપક બાલા સાહેબનો એક જુનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મારફતે કંગનાએ શિવસેના પર નિશાન તાક્યુ છે
મુંબઇઃ શિવસેના અને કંગના રનૌત વચ્ચે તકરાર બહુ વધી ગઇ છે. બીએમસીએ કંગનાની પાલી હિલ સ્થિત ઓફિસને ગેરકાયદે બતાવીને તોડી પાડી, આ મામલે કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકારે સીધે સીધી તકરાર થઇ છે. કંગનાએ બીએમસીની આ કાર્યવાહીને કોર્ટમાં પડકારી છે. હવે આ મામલાને ધ્યાનમાં રાખીને કંગનાએ પોતાના ટ્વીટર હેન્ડલ પરથી શિવસેના સંસ્થાપક બાલા સાહેબનો એક જુનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો મારફતે કંગનાએ શિવસેના પર નિશાન તાક્યુ છે.
ઇન્ડિયા ટીવીને આપેલા એક જુના ઇન્ટવ્યૂમાં બાલા સાહેબ કહે છે કે ચૂંટણી પર મને વિશ્વાસ નથી, હું છુ એટલા માટે પાર્ટી હજુ સુધી જીવે છે. વીડિયોમાં તે સ્પષ્ટ રીતે કહે છે કે લોકતંત્ર શું હોય છે. મને તેના પર વિશ્વાસ નથી. આ બધી જૂથબાજી છે. નામ સારુ છે પરંતુ પાર્ટીને મત માંગવા પડે છે.
બીજા એક વીડિયોમાં બાલા સાહેબ ઠાકરે એનસીપીની સાથે ક્યારેય હાથ નહીં મિલાવવાની વાત કરી રહ્યાં છે. તે કહે છે કે જે આદમીએ અટલજીની સરકારને પાડી દીધી, તે તેમની સાથે હાથ કેવી રીતે મિલાવી શકે છે. બાલા સાહેબ આગળ કહે છે કે તે સસ્તી રાજનીતિ માટે એનસીપી અને શરદ પવાર સાથે ક્યારેય હાથ નહીં મિલાવે. વળી, તેમને કોંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધીને વિદેશી મૂળની બતાવતા તેમનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે તે એનસીપી અને કોંગ્રેસ એક છે.
આના પર કંગનાએ પાર્ટી પર વાર કર્યો છે, તેને કહ્યું, મહાન બાલા સાહેબ ઠાકરે મારા સૌથી મનગમતા આઇકૉનમાના એક છે, તેમને સૌથી મોટો ડર હતો કે એકદિવસ શિવસેના ગઠબંધન કરશે, અને કોંગ્રેસ બની જશે. હું જાણવા માગુ છુ કે આજે તેમની પાર્ટીની સ્થિતિને જોતા તેમની સજાગ ભવાના શું છે? આ પહેલા કંગનાએ સોનિયા ગાંધી અને કોંગ્રેસને ટ્વીટ કરીને સવાલો પુછ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement