શોધખોળ કરો
મલાઇકા અરોડાએ સફેદ આઉટફિટમાં શેર કરી ગ્લેમરસ તસવીરો, સોશ્યલ મીડિયા પર થઇ ધડાધડ વાયરલ
આ પૉસ્ટની સાથે મલાઇકાએ એક કેપ્શન પણ આપ્યુ છે - હેલો સન્ડે, માત્ર મુસ્કુરાઓ અને ખુશ રહો

મુંબઇઃ એક્ટ્રેસ મલાઇકા અરોડાએ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર આગ લગાવી દીધી છે. ઇન્ડસ્ટ્રીમાં એકદમ ફિટ ગણાતી એક્ટ્રેસ મલાઇકાએ સન્ડે વાળા દિવસે ઇન્સ્ટાગ્રામ પર એક ગ્લેમરસ પૉસ્ટ કરી, જે ઝડપથી વાયરલ થઇ ગઇ છે. આ પૉસ્ટને અત્યાર સુધી લગભગ 5 લાખ લોકો લાઇક કરી ચૂક્યા છે, અને સાડા ચાર હજારથી વધુ કૉમેન્ટ પણ આવી ચૂકી છે.
તમે વિચારી રહ્યા હશો કે પૉસ્ટમાં એવુ શું છે કે તે ફટાફટ વાયરલ થઇ રહી છે. જો જાણો. આ પૉસ્ટમાં મલાઇકાએ એકદમ સુંદર વ્હાઇટ આઉટફિટ પહેરેલો છે. આ ડ્રેસમાં મલાઇકા ગજબની સુંદર દેખાઇ રહી છે, એટલુ જ નહીં મલાઇકાની સુંદરતાને કમ્પ્લીમેન્ટ કરવાનુ કામ કરી રહી છે ગોલ્ડ ઇયરિંગ, અને સાથે હોઠ પર લાગેલી લાલ લિપસ્ટીક....
ઉલ્લેખનીય છે કે આ પૉસ્ટમાં એક્ટ્રેસ મલાઇકાના ફેન્સ એક પછી એક કૉમેન્ટ કરી રહ્યાં છે. આમાંની કેટલીક કૉમેન્ટ ખુબ મજેદાર છે, જેમાં મલાઇકાના જ એક ફેને તેમને પુછ્યુ કે અર્જૂન કપૂર ક્યાં છે?
આ પૉસ્ટની સાથે મલાઇકાએ એક કેપ્શન પણ આપ્યુ છે - હેલો સન્ડે, માત્ર મુસ્કુરાઓ અને ખુશ રહો.
નોંધનીય છે કે મલાઇકા અરોડા બૉલીવુડ સૌથી ફિટ અને હૉટ એક્ટ્રેસ ગણાય છે, અને જીમ અને યોગ સાથે જોડાયેલી તસવીરો પણ તે અવારનવાર શેર કરતી રહે છે.


વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
શિક્ષણ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
