શોધખોળ કરો
Advertisement
બૉલીવુડની આ હૉટ એક્ટ્રેસને લાગ્યો કોરોનાનો ચેપ, તેની બહેને આપી જાણકારી
બૉલીવુડ સેલેબ્સને હવે એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. અર્જૂન કપૂર બાદ હવે મલાઇકા અરોડાને કોરોનાનો ચેપ લાગ્યો છે. એક્ટ્રેસ, હાલ ક્વૉરન્ટાઇનમાં છે
મુંબઇઃ બૉલીવુડ સેલેબ્સને હવે એક પછી એક કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. અર્જૂન કપૂર બાદ હવે મલાઇકા અરોડાને કોરોનાનો ચેપ લાગ્યો છે. એક્ટ્રેસ, હાલ ક્વૉરન્ટાઇનમાં છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે મલાઇકા અરોડા બહેન અમૃતા અરોડાએ આ વાતની પુષ્ટી કરી છે.
આ પહેલા અભિનેતા અર્જૂન કપૂર કોરોનાગ્રસ્ત થયો હતો, તે કોરોના વાયરસથી પૉઝિટીવ નીકળ્યો હતો. અભિનેતા હાલ હૉમ ક્વૉરન્ટાઇનમાં છે. અર્જૂન કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- તમને બધાને જાણ કરવાની મારી ફરજ બને છે કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, હું સંપૂર્ણ સ્વસ્થ છું અને મારામાં કોઈ લક્ષણો નથી. ડૉક્ટરો અને બીએમસીની સલાહ પ્રમાણે હું હોમ ક્વોરન્ટાઈન થયો છું. ”
રિપોર્ટ અનુસાર, અર્જુન કપૂર, રકુલ પ્રીત સિંહ તથા અન્ય નિખિલ અડવાણીના બેનર હેઠળ ફિલ્મનું શૂટિંગ ફિલ્મસિટીમાં કરી રહ્યાં હતા.
નોંધનીય છે કે, મલાઇકા અરોડા અને અર્જૂન કપૂર લાંબા સમયથી રિલેશનશીપમાં છે. બન્ને હંમેશા એકબીજાની તસવીરો અને વીડિયો શેર કરતા રહે છે. ફેન્સ મલાઇકા અને અર્જૂનને બહુ જલ્દી સાજા થવાની કામના કરી રહ્યાં છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement