શોધખોળ કરો
Advertisement
પૉલ ડાન્સની પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ આ હૉટ એક્ટ્રેસ, ખુદ કર્યો ખુલાસો
અભિનેત્રી વેબસ સીરીઝ ધ કસીનોના શૂટિંગ માટે પૉલ ડાન્સ શીખી રહી હતી. જ્યારે તેની પ્રેક્ટિસ કરી રહી હતી તે સમયે તે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. એક્ટ્રેસે આ વાત યાદ કરી હતી
મુંબઇઃ અભિનેત્રી મંદાના કરીમી પોતાની સુંદરતા અને બૉલ્ડનેસને લઇને હંમેશા ચર્ચા રહ્યાં કરે છે. મંદાના પોતાના હૉટ કર્વ્ઝને લઇને પણ હંમેશા ફેન્સની વચ્ચે યાદગાર રહે છે. રિપોર્ટ છે કે, મંદાના કરીમી એક શૂટિંગની પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થઇ ગઇ છે.
અભિનેત્રી વેબસ સીરીઝ ધ કસીનોના શૂટિંગ માટે પૉલ ડાન્સ શીખી રહી હતી. જ્યારે તેની પ્રેક્ટિસ કરી રહી હતી તે સમયે તે ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. એક્ટ્રેસે આ વાત યાદ કરી હતી.
મંદાના કરીમીએ કહ્યું કે, મે પોલ ડાન્સના સીન માટે બે દિવસ સુધી અભ્યાસ કર્યો હતો, પણ ખાસવાત છે કે પ્રૉફેશનલ્સ આને જે રીતે કરે છે, એવુ હુ ના કરી શકી. પણ મે મારુ સર્વશ્રેષ્ઠ આપ્યુ. પ્રેક્ટિસ દરમિયાન મારી આખી બૉડીમાં ઇજાના ઘા પડી ગયા હતા. અભિનેત્રીએ કહ્યું કે, શૂટિંગ વખતે મે તેને મેકઅપના સહારે ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. કેમકે કોઇપણ રીતે મારે તે દિવસે પરફોર્મ કરવાનુ હતુ, અને સારી રીતે તે થઇ ગયુ હતુ.
ધ કસીનો એક અમીર પણ વિનમ્ર છોકરાની સ્ટૉરી છે, જે પોતાના પિતાને મલ્ટી-બિલિયન ડૉલરના કસીનોનો વારિસ છે. આમાં કેટલીયે રહસ્યમયી વસ્તુઓ અને હાઇક્લાસ સોસાયટીના કાવતરાનો ખુલાસો થાય છે.
શૉમાં કરણવીર બોહરા, સુધાંશુ પાંડે, મંદાના કરીમી, એન્દ્રિતા રે, ધનવીર સિંહ જેવા કલાકારો છે. હાર્દિક ગજ્જર દ્વારા નિર્દેશિત આ શૉને 12 જૂનથી જી5 પર પ્રસારિત કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement