શોધખોળ કરો
Advertisement
લૉકડાઉનના કારણે અભિનેત્રી નોરા ફતેહીને થઇ આ બિમારી, ટિકટૉક વીડિયોમાં કર્યો ખુલાસો
અભિનેત્રી નોરા ફતેહીએ આ ખુલાસો એક ટિકટૉક વીડિયોમાં કર્યો છે, જેને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે
મુંબઇઃ કોરોના વાયરસના કારણે લગભગ 40 દિવસોથી પણ વધુ સમયથી દેશભરમાં લૉકડાઉન લાગુ છે. આના કારણે લોકોને ઘરમાં પુરાઇને બેસવા માટે મજબૂર થવુ પડ્યુ છે. વળી ક્યાંક આની વિપરિત પણ અસર પણ થઇ છે. લોકો ડિપ્રેશન જેવી બિમારીઓનો શિકાર બની રહ્યાં છે.
ઘરમાં રહીને અભિનેત્રી નોરા ફતેહીએ પણ આવી જ એક બિમારીનો શિકાર બની છે. એક્ટ્રેસે ખુદ સ્વીકાર્યું છે કે તે જ્યારે પણ ઉંઘવાની કોશિશ કરે છે, ત્યારે ઇન્સોમ્નિયા (અનિંદ્રા) પરેશાન કરી રહી છે. એટલે કે એક્ટ્રેસ અનિંદ્રાની બિમારીથી પીડાઇ રહી છે.
અભિનેત્રી નોરા ફતેહીએ આ ખુલાસો એક ટિકટૉક વીડિયોમાં કર્યો છે, જેને તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ફોટો શેરિંગ વેબસાઇટ પર 17 લાખ વ્યૂઝ મળી ચૂકેલા આ વીડિયોના કેપ્શનમાં તેને લખ્યું- જ્યારે હું ઉંઘવાની કોશિશ કરુ છુ, ઇન્સોમ્નિયા મને ઉંઘવા નથી દેતુ, શું બીજા કોઇને પણ આનો સામનો કરવો પડી રહ્યો છે? મને ટિકટૉક પર ફોલો કરો.
એક્ટ્રેસના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નોરા હવે અજય દેવગન સ્ટારર ફિલ્મ ભુજઃ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં દેખાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement