OMG : હિન્દી ફિલ્મોમાં પોતાનુ આગવુ નામ કમાયા બાદ હવે પ્રિયંકા ચોપડા ઇંગ્લિશ ફિલ્મોમાં પણ એક મોટી સેલિબ્રિટી બની ગઇ છે. હાલમાં એક્ટ્રેસના દુનિયાભરના અઢળક ફેન્સ ફોલોઅર્સ છે. એક્ટ્રેસ પ્રિયંકાની કોઇપણ પૉસ્ટ કે વીડિયો શેર થતાંની સાથે જ વાયરલ થવા લાગી જાય છે. હવે આ કડીમાં પ્રિયંકાની એક તસવીર વાયરલ થઇ છે, જેમાં એક્ટ્રેસનો ચહેરો લોહીથી લથપથ દેખાઇ રહ્યો છે.
ઇન્ટરનેટ પર હાલમાં પ્રિયંકાની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં અભિનેત્રી ખરાબ રીતે ઘાયલ જોવા મળી રહી છે. પ્રિયંકાએ પોતે પોતાના ઓફિશિયલ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ જાણકારી આપી છે. આ તસવીરમાં સ્પષ્ટ રીતે દેખી શકાય છે કે, એક્ટ્રેસના ચહેરા પર કેટલીક ઈજાઓ છે. આ સાથે તેના હોઠ અને ચહેરા પર ઈજાના નિશાનથી લોહી પણ દેખાઈ રહ્યું છે.
આ તસવીર શેર કરતા એક્ટ્રેસ પ્રિયંકાએ એક કેપ્શન પણ આપ્યું છે. તેના લખ્યું છે - “શું કામ પર તમારો દિવસ પણ મુશ્કેલ હતો ? #actorslife #citadel #adayinthelife.” તેના આ ફોટો પર ફેન્સ કોમેન્ટ કરીને ઘણી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. પણ, પૂછવું કે તમે ઠીક છો ?
તસવીર વાયરલ થયાં બાદ પ્રિયંકાના ફેન્સને આઘાત લાગ્યો છે, અને હવે તેઓ પ્રિયંકાને સ્વસ્થ થવાની કામના કરી રહ્યાં છે. ફેન્સ તસવીર પર કૉમેન્ટની સાથે સાથે શેરિંગ પણ કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે એક્ટ્રેસ પ્રિયંકાના હાલમાં આગામી હૉલીવુડ વેબ સીરિઝ સિટાડેલનુ શૂટિંગ કરી રહી છે, અને તેના સેટ પરથી આ ઇજા થઇ હોવાનુ મનાઇ રહ્યું છે.
આ પણ વાંચો......
વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં
પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો
આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ
SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે
Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ