Nawazuddin Siddiqui B'Day: આજે બૉલીવુડના સ્ટાર એક્ટર એવા નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મદિવસ છે, એક નાનકડાં ગામ બુધાનાથી આજે મુંબઇનો સ્ટાર બની ગયો છે, નવાઝુદ્દીન સિદ્દીકી આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, 19 મે 1974ના દિવસે નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ બુધાનામાં થયો હતો, નવાઝને 15 વર્ષના સંઘર્ષે આજે ટૉપનો હીરો બનાવી દીધો છે, તેની સંઘર્ષ ગાથા અનોખી છે.
ખાસ વાત છે કે હાલમાં નવાઝુદ્દીન સિદ્દીકી લિસ્ટ એ હીરોની કેટેગરીમાં સામેલ છે, પરંતુ ક્યારેય તેનુ બેકગ્રાઉન્ડ ફિલ્મી રહ્યું નથી. તેની એક્ટિંગ અને તેના ટેલેન્ટે તેને બૉલીવુડમાં એન્ટ્રી અપાવી છે. નવાઝુદ્દીન પહેલાથી જ એક્ટર બનવાં માંગતો હતો. તેને ગ્રેજ્યુએશન બાદ 9થી 5 એક કેમિસ્ટ તરીકે એક પેટ્રોકેમિકલ કંપનીમાં કામ પણ કર્યું છે. બાદમાં નવાઝુદ્દીન સિદ્દિકીએ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં પણ એડમિશન લીધું હતું.
કોર્સ પૂર્ણ થતા જ નવાઝુદ્દીન સિદ્દીકી મુંબઇ પહોચ્યો પણ તેનો રસ્તો ઘણો મુશ્કેલી ભર્યો હતો. તેને 'શૂલ', 'સરફરોસ', 'મુન્નાભાઇ એમબીબીએસ' જેવી મોટી મોટી ફિલ્મોમાં નાના નાના રોલ અદા કર્યા હતાં. ઘણાં વર્ષો તો નવાઝુદ્દીન સિદ્દીકીએ આ રીતે મુંબઇમાં તેનો પગ જમાવવાં મહેનત કરતો હતો પણ તેનાં પિતા તેનાંથી નારાજ હતાં. નવાઝુદ્દીન સિદ્દીકીએ આ રીતે ઘરે આવવા પર પાબંદી લગાવવામાં આવી હતી. તેનાં પિતાએ સ્પષ્ટ કહી દીધુ કે તે ઘરે ન આવે. તેનાં આવા રોલ્સને કારણે તેઓ શરમમાં મુકાઇ જાય છે.
આ પણ વાંચો......
વિધાનસભા ચૂંટણી અગાઉ કોગ્રેસને ઝટકો, સીઆર પાટીલની હાજરીમાં આ નેતા જોડાશે ભાજપમાં
પાકિસ્તાનની મોડલે ફોલોઅર્સ વધારવા જંગલમાં લગાવી આગ, ભડક્યા લોકો
આ રાજ્યમાં સતત ત્રણ દિવસ સુધી વરસાદની હવામાન વિભાગની આગાહી
LPG Price Hike: મોંઘવારીનો આંચકો, આજે ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં ફરી વધારો, જાણો કેટલો થયો ભાવ
SBI Alert: SBI ગ્રાહકો ધ્યાન આપો! ભૂલથી પણ આ લિંક પર ક્લિક ન કરો, બેંક ખાતું ખાલી થઈ જશે
Horoscope 19 May 2022: મેષ, કર્ક, ધન રાશિને થઇ શકે છે હાનિ, જાણો 12 રાશિઓનું રાશિફળ