શોધખોળ કરો
Advertisement
ડ્રગ્સ કેસમાં ઝડપાયેલી સાઉથની આ હૉટ એક્ટ્રેસ જોન અબ્રાહમ સાથે કરી ચૂકી છે કામ, જાણ કોની સાથે રહ્યાં છે અફેર?
રાહુલ નામના એક ડ્રગ્સ સપ્લાયર સાથે તેનુ નામ બહાર આવ્યુ હતુ, અને બાદમાં એક્ટ્રેસ અને રાહુલની ધરપકડ કરવામાં આવી હતી
નવી દિલ્હીઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તીની એનસીબીએ ડ્રગ્સ કેસ મામલે ધરપકડ કરી છે, ત્યાં બીજા એક સમાચાર સામે આવ્યા છે, જેમાં કન્નડ એક્ટ્રેસ સંજના ગલરાનીની પણ ડ્રગ્સ લિંકમાં ધરપકડ થઇ છે. સેન્ટ્રલ ક્રાઇમ બ્રાન્ચે સોમવારે જ સંજના ગલરાનીના ઘરે દરોડ પાડ્યા અને બાદમાં તેની ધરપકડ કરી લીધી હતી. સંજના ગલરાની સાઉથની એક જાણીતી કન્નડ એક્ટ્રે્સ છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ નામના એક ડ્રગ્સ સપ્લાયર સાથે તેનુ નામ બહાર આવ્યુ હતુ, અને બાદમાં એક્ટ્રેસ અને રાહુલની ધરપકડ કરવામાં આવી હતી.
સંજના ગલરાનીનો જન્મ બેગ્લુરુમાં થયો હતો, વર્ષ 2006માં ફિલ્મ ગેન્ડા હેન્દાતીથી તેને કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યુ હતુ. બાદમાં તેને તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત એક્ટ્રેસ 2013માં બિગ બૉસમાં પણ દેખાઇ ચૂકી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે કલર્સ રિયાલિટી શૉમાં પારસ છાબડાની દુલ્હન બનવા તૈયાર થઇ હતી, જોકે, તે આ શૉની વિજેતા ન હતી બની શકી. તેનુ અફેર પારસ છાબડા સાથે હોવાનુ એકસમયે ચર્ચાયુ હતુ.
બૉલીવુડ એક્ટર જૉન અબ્રાહમ સાથે એક્ટ્રેસ સંજના ગલરાની કામ કરી ચૂકી છે. જૉન સાથે સંજનાએ ફિલ્મ મુજસે શાદી કરોગીમાં કામ કર્યુ હતુ, આ ઉપરાંત તે ફાસ્ટ્રેકની એડવર્ટાઇઝમેન્ટમાં પણ સાથે દેખાઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement