શોધખોળ કરો
Advertisement
જાતીય શોષણ પર આ હૉટ એક્ટ્રેસનો ધડાકો, બોલી- ડાયરેક્ટર મારી સામે પ્રાઇવેટ પાર્ટ કાઢીને ઉભો થઇ ગયો ને પછી........
ડાયેરક્ટર સાજિદ ખાન પર એક નવો આરોપ લાગ્યો છે. આ આરોપ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ શર્લિન ચોપડાએ લગાવ્યો છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરીને આ આરોપ લગાવ્યો છે
નવી દિલ્હીઃ ફિલ્મ ડાયેરક્ટર સાજિદ ખાન પર એક નવો આરોપ લાગ્યો છે. આ આરોપ બૉલીવુડની હૉટ એક્ટ્રેસ શર્લિન ચોપડાએ લગાવ્યો છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર પૉસ્ટ કરીને આ આરોપ લગાવ્યો છે. તેને કહ્યું કે છ વર્ષ પહેલા તેની મુલાકાત સાજિદ ખાન સાથે થઇ હતી અને તેમને કઇ રીતે મારુ જાતીય શોષણ કર્યુ હતુ.
શર્લિને ટ્વીટ કરીને કર્યો ખુલાસો....
શર્લિન ચોપડાએ ટ્વીટ કરીને કહ્યું કે જ્યારે પિતાનુ મૃત્યુ થઇ ગયુ અને થોડાક દિવસો બાદ એપ્રિલ 2015માં સાજિદ ખાન સાથે મારી મુલાકાત થઇ, તે મુલાકાત એકદમ ખરાબ રહી. ડાયરેક્ટર સાજિદ ખાન મારી સામે પ્રાઇવેટ પાર્ટ કાઢીને ઉભા થઇ ગયા, તેમને મને પોતાનો પ્રાઇવેટ પાર્ટ કાઢીને કહ્યું કે આને ફીલ કરો. મને યાદ છે કે મે તેમને કહ્યું હતુ કે હું જાણુ છુ કે પ્રાઇવેટ પાર્ટ કેવો હોય છે, અને મારુ તેમની સાથે મળવાનો ઉદેશ્ય આવુ કરવાનો બિલકુલ ન હતો.
દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની બહેને લગાવ્યો સાજિદ ખાન પર આરોપ...
સાજિદ ખાન પર આ વખતે જાતીય શોષણ કરવાનો આરોપ દિવંગત એક્ટ્રેસ જિયા ખાનની બહેન કરિશ્માએ લગાવ્યો હતો. કરિશ્મા અનુસાર સાજિદે જિયાને ખુબ સેક્સૂઅલ હેરેશ કરી હતી. ઉલ્લેખનીય છે કે બીબીસીએ બૉલીવુડ એક્ટ્રેસ જિયા ખાન પર બેઝ્ડ એક ટીવી પ્રોગ્રામ રિલીઝ કર્યો હતો, જેમાં માત્ર યુનાઇટેડ કિંગડમમાં રિલીઝ કરવામાં આવી છે. આ વેબ સીરીઝના એક એપિસૉડમાં જિયા ખાનની બહેન કરિશ્માએ ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન પર ગંભીર આરોપ લગાવ્યો હતો.
સાજિદ ખાને જિયાને ટૉપ ઉતારવાનુ કહ્યુ હતું
જિયાની બહેન કરિશ્મા જણાવે છે કે રિહર્સલ દરમિયાન જ્યારે જિઓ સ્ક્રિપ્ટ વાંચી રહી હતી, તે સમયે સાજિદ ખાને જિયાને ટૉપ ઉતારવા માટે કહ્યું હતુ. તેને ખબર જ નહતી પડી કે શું કરવુ. તેમને કહ્યું હતું કે ફિલ્મનુ શૂટિંગ હજુ શરૂ નથી થયુ અને આ બધુ થઇ રહ્યું છે. તે ઘરે આવી અને રડવા લાગી. આ કિસ્સો હાઉસફૂલ ફિલ્મના શૂટિંગ દરમિયાનનો છે. ડેથ ઇન બૉલીવુડ નામથી એક વીડિયોમાં તે કહી રહી છે કે - હું આ ફિલ્મ સાથે કૉન્ટ્રાક્ટમાં છુ, જો હુ શૉ છોડીશ તો મને ધમકાવવામાં આવશે, મારુ નામ બદનામ કરવાની કોશિશ કરવામાં આવશે. જો હુ ફિલ્મમાં રહુ છુ તો મારી સાથે જાતીય શોષણ કરવામાં આવશે, દરેક બાજુએથી હુ ફસાઇ રહી હતી. એટલા માટે મે ફિલ્મમાં કામ કર્યુ. નોંધનીય છે કે વર્ષ 2013માં જિયા ખાને આત્મહત્યા કરી લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દુનિયા
દેશ
દેશ
Advertisement