શોધખોળ કરો
Advertisement
સુશાંતના મોત બાદ આ અભિનેત્રીને લોકો આપી રહ્યાં છે ગાળો, એક્ટ્રેસે ખુદ ગાળાગાળી વાળા સ્ક્રીનશૉટ કર્યા શેર
સોનમ કપૂર એવા પરિવારમાંથી આવે છે, જેમાં ફિલ્મ નિર્માતા અને અભિનેતા છે. તેને અપશબ્દો-ગાળોથી ભરેલા મેસેજવાળા સ્ક્રીનશૉટ શેર કર્યા છે, તેના પિતા અનિલ કપૂર અને નિર્માતા બહેન રિયા કપૂર વિશે ગાળો બોલવામાં આવી રહી છે
મુંબઇઃ બૉલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મની ચર્ચા છેડાઇ ગઇ છે. સોશ્યલ મીડિયા પર લોકો કેટલાક એક્ટર અને એક્ટ્રેસને નિશાને લઇ રહ્યાં છે. હવે લોકોના નિશાને સોનમ કપૂર આવી છે. લોકો એક્ટ્રેસ સોનમ કપૂરને સોશ્યલ મીડિયા પર ગાળો આપી રહ્યાં છે, ખુદ સોનમ કપૂરે કેટલાક સ્ક્રીનશૉટ્સ શેર કરીને આ વાત જણાવી છે.
સોનમ કપૂર એવા પરિવારમાંથી આવે છે, જેમાં ફિલ્મ નિર્માતા અને અભિનેતા છે. તેને અપશબ્દો-ગાળોથી ભરેલા મેસેજવાળા સ્ક્રીનશૉટ શેર કર્યા છે, તેના પિતા અનિલ કપૂર અને નિર્માતા બહેન રિયા કપૂર વિશે ગાળો બોલવામાં આવી રહી છે.
તેને ટ્વીટર પર કહ્યું- મારા પર કરવામાં આવેલી આ કેટલીક કૉમેન્ટ્સ છે, આખુ મીડિયા અને જે બધા લોકોએ આ પ્રકારના વ્યવહારને પ્રોત્સાહન આપ્યુ અને ઉકસાવ્યુ છે..... તે બધા આ માટે જવાબદાર છે. જો લોકો એવી વાતો કરી રહ્યાં છે કે વ્યક્તિને લોકોની સાથે સારો વ્યવહાર કેવી રીતે કરવો જોઇએ, તે અન્યથી વધુ ખરાબ વ્યવહાર કરી રહ્યાં છે.
તેને કહ્યું- હું તમને કહુ છુ કે જાઓ મારી કૉમેન્ટ સેક્શન જુઓ. મને યકીન છે કે તમે નહીં ઇચ્છો કે આવુ તમારી સાથે થાય. હું ઇચ્છીશ કે તમારા માતા-પિતા આ રીતની વસ્તુઓ નહીં જુએ. સોનમે કહ્યું કે, તેની ટીમ આ રીતની કૉમેન્ટ્સને અધિકારીઓને રિપોર્ટ કરી રહી છે.
અભિનેત્રીએ કહ્યું કે ગર્વ છે કે તે ફિલ્મ સ્ટારની દીકરી છે, તેના પિતાએ ફિલ્મ જગતમાં ટકી રહેવા માટે ખુબ મહેનત કરી છે. એ મારા કર્મ છે કે હું અહીં પેદા થઇ છું, અને મને તેમની દીકરી હોવા પર ગર્વ છે.
તેને કહ્યું કે મે મારી અને મારા પિતા પર કૉમેન્ટ કરવાની સુવિધાને બંધ કરી દીધી છે, કેમકે હુ નથી ઇચ્છતી કે આવી કૉમેન્ટ તે જુએ. મે તમારા જેવા મંદબુદ્ધિવાળા લોકોના ડરથી આમ નથી કર્યુ, પણ મે મારા માતા-પિતાના માનસિક સ્વાસ્થ્યને બચાવવા માટે આમ કર્યુ છે. ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને આત્મહત્યા કરી લીધી, ત્યારપછી સ્ટાર કિડ્સ સોશ્યલ મીડિયા પર લોકોના નિશાને ચઢ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion