શોધખોળ કરો

વિકાસ દુબેના એન્કાઉન્ટરથી આ અભિનેત્રી ચોંકી, બોલી- ફિલ્મોની કહાનીઓ પણ આવી જ હોય છે

અભિનેત્રીના આ ટ્વીટ પર સોશ્યલ મીડિયા પર લોકો સતત રિએક્શન આપી રહ્યાં છે, વળી કેટલાક લોકો તાપસનીના ટ્વીટ પર સવાલો અને કેટલાક વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે

મુંબઇઃ ઉત્તરપ્રદેશના કાનપુર પોલીસ હત્યાકાંડના મૉસ્ટ વૉન્ટેડ આરોપી વિકાસ દુબેનું આજે સવારે યુપી પોલીસે એન્કાઉન્ટર કરી દીધુ છે. સુત્રો અનુસાર, વિકાસ દુબે ઉજ્જૈનથી કાનપુર વચ્ચેને રસ્તાં પર પોલીસની કાર પલટી ત્યારે નાસવાની કોશીશ કરી રહ્યો હતો. આ દરમિયાન એન્કાઉન્ટરમાં તે ઠાર મરાયો હતો. આ આખા નાટકીય ઘટનાક્રમ પર સવાલો ઉઠી રહ્યાં છે. બૉલીવુડ એક્ટ્રેસ તાપસી પન્નુએ એક ટ્વીટ કરીને આશ્ચર્ય વ્યક્ત કરતાં આખા ઘટનાક્રમ કટાક્ષ કર્યો છે. બૉલીવુડ અભિનેત્રીએ આખી ઘટના પર એક ખાસ ટ્વીટ કર્યુ છે, જે કટાક્ષ પણ કહી શકાય. તાપસીએ લખ્યું- વાહ, આવી તો બિલકુલ આશા ન હતી, અને પછી લોકો કહે છે કે બૉલીવુડની સ્ટૉરીઓ સત્યથી બહુજ અલગ હોય છે.
અભિનેત્રીના આ ટ્વીટ પર સોશ્યલ મીડિયા પર લોકો સતત રિએક્શન આપી રહ્યાં છે, વળી કેટલાક લોકો તાપસનીના ટ્વીટ પર સવાલો અને કેટલાક વિરોધ વ્યક્ત કરી રહ્યાં છે. વિકાસ દુબેના એન્કાઉન્ટરથી આ અભિનેત્રી ચોંકી, બોલી- ફિલ્મોની કહાનીઓ પણ આવી જ હોય છે વિકાસ દુબેનું એન્કાઉન્ટર એસટીએફની ટીમ વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈનથી કાનપુર લઇને આવી રહી હતી, રસ્તાં કાર પલટી ગઇ. આ દરમિયાન મોકાનો ફાયદો ઉઠાવીને ગેન્ગસ્ટર વિકાસ દુબે નાસવાની કોશીશમાં લાગ્યો. વિકાસ દુબે પોલીસના હથિયાર છીનવ્યા અને ભાગ્યો ત્યારે પોલીસે જવાબી કાર્યવાહીમાં વિકાસ દુબેનુ એન્કાઉન્ટર કરી દીધુ હતુ. પોલીસ અને વિકાસ દુબે વચ્ચે થયેલા ફાયરિંગમાં આરોપી ગંભીર રીતે ઘાયલ થયો અને બાદમાં તેને હૉસ્પીટલ લવાયો ત્યાં તેને ડૉક્ટરોએ મૃત જાહેર કર્યો હતો. વિકાસ દુબેના એન્કાઉન્ટરથી આ અભિનેત્રી ચોંકી, બોલી- ફિલ્મોની કહાનીઓ પણ આવી જ હોય છે મહાકાલ મંદિરથી પકડાયો હતો આરોપી હિસ્ટ્રીશીટર વિકાસ દુબેને મધ્યપ્રદેશના ઉજ્જૈન મહાકાલ મંદિરમાંથી ગઇકાલે સવારે ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં પોલીસે તેની પાસે સતત પુછપરછ કરી હતી. આ દરમિયાન કેટલાક મોટા ખુલાસો વિકાસ દુબે દ્વારા બહાર આવ્યા હતા. દુબેએ કહ્યું કે તે પોલીસકર્મીઓની હત્યાબાદ તેમની લાશોને સળગાવી દેવા માંગતો હતો, તેના માટે કેરોસીનની પણ વ્યવસ્થા કરી લીધી હતી. વિકાસ દુબેએ એ પણ કહ્યું કે અમને સૂચના મળી હતી કે પોલીસ સવારે આવશે પણ પોલીસ રાત્રે જ રેડ કરવા આવી ગઇ, ડર હતો કે પોલીસ એન્કાઉન્ટર કરી દેશે. વિકાસ દુબેએ જણાવ્યુ કે સીઓ દેવેન્દ્ર મિશ્ર સાથે તેને ન હતી બનતી, કેટલીય વાર દેવેન્દ્ર મિશ્રએ જોઇ લેવાની ધમકી આપી હતી. વિનય તિવારીએ કહ્યું હતુ કે સીઓ દેવેન્દ્ર મિશ્ર તેની વિરુદ્ધમાં છે. વિકાસ દુબેએ કહ્યું સામેના મકાનમાં સીઓને મારવામાં આવ્યો હતો, મારા સાથીઓએ સીઓને માર્યો હતો, ઘટના બાદ બધા સાથીઓને અલગ અલગ ભાગવાનુ કહ્યું હતુ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

વિડિઓઝ

Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
Sagbara Forest land Dispute: સાગબારાના ખેડૂતોના સમર્થનમાં ફરી એકવાર ભાજપના સાંસદ મેદાને
Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Embed widget