શોધખોળ કરો
Advertisement
કોરોના કાળમાં બેટ લઇને ક્રિકેટ રમવા મેદાનમાં ઉતરી આ હૉટ એક્ટ્રેસ, બેટિંગ કરતો વીડિયો વાયરલ
વાયરલ થયેલા વીડિયોમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા મેદાનમાં ક્રિકેટ રમતી દેખાઇ રહી છે. એક્ટ્રેસ શાનદાર બેટિંગ કરી રહી છે, વીડિયોમાં ઉર્વશી રૌતેલાની બેટિંગ સ્ટાઇલ જોવાલાયક છે. આ વીડિયોને હજારો વાર જોવામાં આવ્યો છે
મુંબઇઃ બૉલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજકાલ સોશ્યલ મીડિયા પર પોતાના વીડિયોને લઇને ખુબ ચર્ચામાં છે. કોરોના કાળમાં છેલ્લા ચાર મહિનાથી ભારતમાં ક્રિકેટ બંધ છે ત્યારે આ એક્ટ્રેસનો ક્રિકેટ રમતો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં અભિનેત્રી બેટ લઇને મેદાનમાં ક્રિકેટ રમતી દેખાઇ રહી છે.
વાયરલ થયેલા વીડિયોમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા મેદાનમાં ક્રિકેટ રમતી દેખાઇ રહી છે. એક્ટ્રેસ શાનદાર બેટિંગ કરી રહી છે, વીડિયોમાં ઉર્વશી રૌતેલાની બેટિંગ સ્ટાઇલ જોવાલાયક છે. આ વીડિયોને હજારો વાર જોવામાં આવ્યો છે. વીડિયોમાં ઉર્વશી રૌતેલા ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેનની જેમ શૉટ્સ પર શૉટ્સ ફટકારતી દેખાઇ રહી છે.
આમ તો ઉર્વશી ગ્લેમરસ અંદાજને લઇને સૌથી વધુ ચર્ચામાં રહે છે. ઉર્વશી દરરોજ સોશ્યલ મીડિયા પર પોતાની એકથી એક હૉટ અને બૉલ્ડ તસવીરો ફેન્સની સાથે શેર કરતી રહે છે, જે ઇન્ટરનેટ પર ખુબ વાયરલ પણ થાય છે.
ઉલ્લેખનીય છે કે, ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ઘણી સક્રીય રહે છે. ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા પ્લેટફોર્મ્સ પર તેના મોટી સંખ્યામાં ફોલોઅર્સ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
ક્રાઇમ
ટેકનોલોજી
Advertisement