શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
કાશ્મીરની સ્થિતિને પર મોદી સરકાર પર ભડકી આ કાશ્મીરી એક્ટ્રેસ, બોલી- અહીં શાંતિના નામે જુઠ્ઠાણુ ફેલાવાઇ રહ્યું છે
ઉલ્લેખનીય છે કે, હાલ ઝાયરા વસીમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી ચૂકી છે, જોકે, આમિર ખાન સાથે દંગલ ફિલ્મમાં કામ કર્યા બાદ ઝાયરા વસીમ લાઇમલાઇટમાં આવી ગઇ હતી
નવી દિલ્હીઃ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને અલવિદા કહી ચૂકેલી કાશ્મીર એક્ટ્રેસ ઝાયરા વસીમે કાશ્મીરની સ્થિતિને લઇને મોટો ધડાકો કર્યો છે. તેને સોશ્યલ મીડિયા પર ત્યાં હાલની સ્થિતિ પર એક પૉસ્ટ કરી છે, જેમાં સરકાર પર અનેક સવાલો ઉભા કરાયા છે. તેને પોતાની પૉસ્ટમાં લખ્યુ છે કે કાશ્મીરમાં લોકોની આઝાદી પર કોઇપણ ગમે ત્યારે પાબંદી લગાવી દે છે.
ઝાયરા વસીમ પોતાની પૉસ્ટમાં લખ્યુ કે, કાશ્મીર સતત આશા અને ફ્રસ્ટ્રેશનમાં જીવી રહ્યાં છે. નિરાશા અને દુઃખના સ્થાને શાંતિનુ જુઠાણુ ફેલાવવામાં આવી રહ્યું છે. કાશ્મીરીઓની આઝાદી પર પાબંદી છે, અમને ડિટેક્ટ કરવામાં આવી રહ્યાં છે.
કાશ્મીરમાં અમારા અવાજને દબાવી દેવામાં આવી રહ્યો છે, અમારી અભિવ્યક્તિ સ્વતંત્રતા પર પાબંદી કેમ? અમે વાત કરવાની અને વિચારો રજૂ કરવાની પાબંદી કેમ? અમારામાં ડર અને ચિંતા છે.
એક્ટ્રેસ ઝાયરા વસીમે પોતાની પૉસ્ટમાં સરકારની નીતિઓની પોલ ખોલી નાંખી છે. ઝાયરા વસીમે સ્થિતિ પર સરકાર સામે નિશાન તાક્યુ છે. ઉલ્લેખનીય છે કે, હાલ ઝાયરા વસીમ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છોડી ચૂકી છે, જોકે, આમિર ખાન સાથે દંગલ ફિલ્મમાં કામ કર્યા બાદ ઝાયરા વસીમ લાઇમલાઇટમાં આવી ગઇ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
એસ્ટ્રો
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion