શોધખોળ કરો
Advertisement
કોરોના સામે લડવા માટે અજય દેવગનને મળ્યો પર્સનલ બૉડીગાર્ડ, પીએમ મોદીએ ટ્વીટ કરીને પ્રસંશા કરી
સોશ્યલ મીડિયા પર અજય દેવગનનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં અજય દેવગન એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે. અજય દેવગને સરકારના અભિયાનને સાથે આપવાનુ નક્કી કર્યુ છે
મુંબઇઃ ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. મૃત્યુઆંક પણ વધી રહ્યો છે, ત્યારે સરકાર લોકોને કોરોના સામેના જંગમાં લડવા માટે દેશવાસીઓને આરોગ્ય સેતુ એપ ડાઉનલૉડ કરવાની અપીલ કરી છે. સરકારની અપીલ અને સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે અજય દેવગનનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે.
સોશ્યલ મીડિયા પર અજય દેવગનનો એક વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં અજય દેવગન એક્સરસાઇઝ કરતો દેખાઇ રહ્યો છે. અજય દેવગને સરકારના અભિયાનને સાથે આપવાનુ નક્કી કર્યુ છે, અને લોકોને આરોગ્ય સેતુ એપ ડાઉનલૉડ કરવાની અપીલ કરી છે.
અજય દેવગન એક્સરસાઇઝ કરી રહ્યો છે ત્યારે એક શખ્સ તેને મળે છે, અને પોતાને તેનો બૉડીગાર્ડ બતાવે છે. તે કહે છે કે તે તેનો પ્રાઇવેટ બૉડીગાર્ડ છે જે કોરોનામાં રક્ષા કરશે.
ખુદ અજય દેવગને આ વીડિયોને શેર કરતા લખ્યુ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર જેમને કોરોના સામે લડવા માટે દરેકને પર્સનલ બૉડીગાર્ડ આપ્યો છે, ટ્વીટર પર હાલના સમયે #SetuMeraBodyguard ટ્રેન્ડ કરી રહ્યું છે. આની મારફતે દરેકને આરોગ્ય સેતુ એપ ડાઉનલૉડ કરવાની અપીલ કરવામાં આવી રહી છે.
પીએમ મોદીએ અજય દેવગનના આ વીડિયોને રિટ્વીટ કર્યુ છે, વીડિયો શેર કરતાં લખ્યુ- બહુજ સરસ અજય દેવગન. આરોગ્ય સેતુ આપણને, આપણા પરિવારને અને આપણા દેશને સુરક્ષિત રાખે છે. આ એપને ડાઉનલૉડ કરો, અને કોરોના વિરુદ્ધ ચાલી રહેલા યુદ્ધને વધુ મજબૂત બનાવો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement