અન્વેશી જૈનનો હોટ જિમ વર્કઆઉટ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ, VIDEO
એક્ટ્રેસ અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અન્વેશી જૈન એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત' (Gandi Baat)માં બોલ્ડ સીન્સ આપીને રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી.
Actress Anveshi jain: એક્ટ્રેસ અન્વેશી જૈન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. અન્વેશી જૈન એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત' (Gandi Baat)માં બોલ્ડ સીન્સ આપીને રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી. અન્વેશી ઈન્સ્ટાગ્રામ પર પોતાની હોટ તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. અન્વેશીએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વર્કઆઉટનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અન્વેશી વર્કઆઉટ કરતી જોવા મળે છે.
અન્વેશીનો બોલ્ડ અંદાજ જોયા બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર બેકાબૂ બની જાય છે અને ઘણી કોમેન્ટ કરે છે. આવી સ્થિતિમાં ફરી એકવાર તેણે હોટ વર્કઆઉટ વીડિયો શેર કરીને સોશિયલ મીડિયામાં તાપમાન વધાર્યું છે. અન્વેશીએ પોતાના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી, પરંતુ તેને લોકપ્રિયતા એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત'થી મળી હતી. આ વેબ સિરીઝમાં અભિનેત્રીએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.
લોકોએ તેને ગૂગલ પર ખૂબ સર્ચ કરવાનું શરૂ કર્યું અને તે ઈન્ટરનેટ સેન્સેશન બની ગઈ. સૌથી વધુ ગૂગલ પર સર્ચ થતી એક્ટ્રેસ બની હતી અન્વેશી જૈન.
અન્વેશીનો જન્મ મધ્ય પ્રદેશના ખજુરાહોમાં થયો હતો. બાદમાં તેની આંખોમાં હિરોઈન બનવાનું સપનું લઈને તે મુંબઈ શિફ્ટ થઈ ગઈ. અભિનેત્રી સિવાય તે ગાયિકા, મોડલ અને ટીવી હોસ્ટ પણ છે. તેણે 100 ટીવી શો હોસ્ટ કર્યા છે.
અન્વેશીના શિક્ષણ વિશે વાત કરીએ, તો તેણે રાજીવ ગાંધી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી ભોપાલમાંથી ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી છે. અન્વેશી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ ફોટો શેર કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ 5.3 મિલિયન ફોલોઅર્સ છે.
એક્ટ્રેસ અન્વેશી જૈન પોતાની બોલ્ડ અને હોટ તસવીરોને લઈ ચર્ચામાં રહે છે. અભિનેત્રીનો હોટ અંદાજ ચાહકોને પણ પસંદ આવે છે. અભિનેત્રીની તસવીરોને ચાહકો ખૂબ જ પસંદ કરે છે. સાડી લૂકમાં પણ અન્વેશી ખૂબ જ બોલ્ડ અને હોટ લાગે છે. અન્વેશીની તસવીરો સોશિયલ મીડિયામાં આગની જેમ વાયરલ થાય છે.