શોધખોળ કરો

આર્યન ખાન ઈન્ડસ્ટ્રીમાં કરવા જઈ રહ્યો છે ધમાકેદાર એન્ટ્રી, વેબ સિરીઝ માટે કર્યું ટેસ્ટ શૂટ

રોમાંસ કિંગ શાહરુખ ખાનના સંતાનો સુહાના અને આર્યનના ડેબ્યૂની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. સુહાના અને આર્યને હજી સુધી ઈન્ડસ્ટ્રીમાં પગ નથી મૂક્યો પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ કોઈ સ્ટારથી ઓછી નથી

બોલિવૂડના રોમાંસ કિંગ શાહરુખ ખાનના સંતાનો સુહાના અને આર્યનના ડેબ્યૂની ફેન્સ રાહ જોઈ રહ્યા છે. સુહાના અને આર્યને હજી સુધી ઈન્ડસ્ટ્રીમાં પગ નથી મૂક્યો પરંતુ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ કોઈ સ્ટારથી ઓછી નથી. સુહાનાએ પોતાની ડેબ્યૂ ફિલ્મની તૈયારી શરૂ કરી દીધી છે અને હવે આર્યન પણ આ લીસ્ટમાં સામેલ થઈ ગયો છે. આર્યન ખાન વેબ સિરીઝથી ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકવા જઈ રહ્યો છે. આર્યન ખાન વેબ સિરીઝમાં એક્ટિંગ કરવાને બદલે ડાયરેક્ટ કરવા જઈ રહ્યો છે અને તેનું ટેસ્ટ શૂટ પણ શરૂ કરી દીધુ છે.

પિંકવિલાના રિપોર્ટ પ્રમાણે, આર્યન આ વેબ સિરીઝને લખવાની સાથે સાથે ડાયરેક્ટ પણ કરી રહ્યો છે. તેમણે પોતાની સિરીઝનો બધો ચાર્જ પોતાના પર લઈ લીધો છે અને શુક્રવાર-શનિવારના રોજ ટેસ્ટ શૂટ શરૂ કરી દીધુ છે. સિરીઝનો પાર્ટ હોવાને કારણે આર્યન ઈચ્છે છે કે, બધા ક્રૂ સાથે મળીને આ પ્રોજેક્ટને સમજી લે  કારણ કે શૂટિંગ પહેલા બધાને બધી વાત સમજાય જાય.

આર્યન વેબ સિરીઝ માટે ખુબ ઉત્સુક છે
રિપોર્ટ પ્રમાણે આર્યન ખાન પોતાના આ પ્રોજેક્ટ માટે બહુ પેશનેટ છે અને તેમણે પ્રી-પ્રોડક્શન કામ શરૂ કરી દીધુ છે. ટૂંક સમયમાં જ શૂટિંગની તારીખ ફાઈનલ કરી દેવામાં આવશે. ત્યાર બાદ શૂટિંગ શરૂ કરવામાં આવશે. શાહીદ કપૂર અને મૃણાલ ઠાકુરની આવનારી ફિલ્મમાં જોવા મળેલા પ્રીત કમાની પણ વેબ સિરીઝના સેટ પર જોવા મળ્યા હતા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે તેઓ આ પ્રોજેક્ટમાં જોવા મળશે કે નહીં.

શાહરુખ ખાને પહેલા જ કહ્યું છે કે, તેમના પુત્રને એક્ટિંગમાં રસ નથી. તે ડાયરેક્શનમાં પોતાની કેરિયર બનાવવા માગે છે. આર્યન ખાન છેલ્લા ચાર વર્ષથી ડાયરેક્શન અને રાઈટિંગ શીખી રહ્યો છે. તેમણે ફિલ્મ મેકિંગનો અભ્યાસ કર્યો છે. તો બીજી તરફ સુહાનાની વાત કરીએ તો તે જોયા અખ્તરની વેબ સિરીઝથી ડેબ્યૂ કરવા જઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Weather Update: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ, હવામાન અપડેટ
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
Asaram Medical Bail: આસારામને ઝટકો, દુષ્કર્મ કેસમાં વચ્ચગાળાના જામીન આપવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
8th Pay Commission: ડેડલાઈન સમાપ્ત, હવે પગાર-પેન્શન પર થશે કામ...8માં પગાર પંચ પર મોટું અપડેટ!
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
જેલમાં બંધ મોટા ભાઈને મળવા જતા અતિક અહેમદના પુત્રનું અકસ્માતમાં મોત, કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Embed widget