શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
બધી જગ્યાએ ધોવાઇ સડક-2, ફિલ્મના નામે નોંધાયો વધુ એક મોટો ખરાબ રેકોર્ડ
ફિલ્મ રિવ્યૂની સૌથી મોટુ પૉપ્યુલર વેબસાઇટમાંની એક imdb પર દર્શકોએ સડક-2ને ખુબ નિંદા કરી, અને ખરાબ રેટિંગ આપ્યા. પરિણામ એ આવ્યુ કે, ફિલ્મને 10માં માત્ર 1.1નો સ્કૉર મળ્યો છે, અને આ પ્લેટફોર્મ પર સૌથી ઓછા રેટિંગ વાળી ફિલ્મ બની ગઇ છે
મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂતના મોત બાદ બૉલીવુડમાં નેપૉટિઝ્મ અને ઇનસાઇડર-આઉટસાઇડર પર ઉઠેલી ચર્ચાના કારણે સડક-2ને મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લો એક મહિનો સડક-2 માટે એકદમ ખરાબ રહ્યો. ટ્રે્લરથી લઇને ફિલ્મ રિલીઝ અને બાદમાં રેટિંગ સુધી આ ફિલ્મ પુરેપુરુ ધોવાઇ ગઇ છે. 28 ઓગસ્ટે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી સડક-2ને પૉપ્યુલર રેટિંગ પ્લેટફોર્મ આઇએમડીબી (imdb) પર સૌથી ખરાબ સ્કૉરવાળી ફિલ્મ તરીકે નોંધાઇ છે. સડક-2 સૌથી ખરાબ સ્કૉર વાળી ફિલ્મ બની ગઇ છે.
મહેશ ભટ્ટના નિર્દેશમાં બનેલી સડક-2નુ ટ્રેલર યુટ્યૂબ પર સૌથી વધુ ડિસ્લાઇક કરવામાં આવેલુ, સૌથી વધુ ડિસ્લાઇક થનારુ ટ્રેલર બની ગયુ હતુ. જેને લાખો લોકોએ ડિસ્લાઇક કર્યુ હતુ. હવે ફિલ્મની રિલીઝ બાદ પણ આના સ્ટાર સારા નથી મળી રહ્યાં.
ફિલ્મ રિવ્યૂની સૌથી મોટુ પૉપ્યુલર વેબસાઇટમાંની એક imdb પર દર્શકોએ સડક-2ને ખુબ નિંદા કરી, અને ખરાબ રેટિંગ આપ્યા. પરિણામ એ આવ્યુ કે, ફિલ્મને 10માં માત્ર 1.1નો સ્કૉર મળ્યો છે, અને આ પ્લેટફોર્મ પર સૌથી ઓછા રેટિંગ વાળી ફિલ્મ બની ગઇ છે.
કોરોનાના કારણે થિયેટર બંધ છે, અને તેના કારણે બીજી ફિલ્મોની જેમ સડક-2ની પણ ડિઝ્ની+હૉટસ્ટાર પર રિલીઝ કરવામાં આવી, આ ફિલ્મ કોઇપણ રીતે સમીક્ષકોને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહી, અને બધાએ ફિલ્મને ફ્લૉપ ગણાવી દીધી છે.
14 જૂને બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતા બાદ બૉલીવુડમાં નેપૉટિઝમ અને ઇનસાઇડર-આઉટસાઇડર વચ્ચેની ચર્ચાનો મુદ્દો ગરમ છે. મહેશ ભટ્ટની આ ફિલ્મમાં તેની બન્ને દીકરીઓ આલિયા ભટ્ટ અને પૂજા ભટ્ટ અને તેની સાથે સંજય દત્ત અને નિર્માતા સિદ્ધાર્થ રૉય કપૂરનો નાનો ભાઇ આદિત્ય રૉય કપૂર પણ છે. સડક-2ની સાથે મહેશ ભટ્ટ લગભગ બે દાયકા બાદ નિર્દેશનમાં પરત ફર્યા છે. તેમને 1999માં છેલ્લી ફિલ્મ કારતૂસ નિર્દેશિત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion