હોટ એક્ટ્રેસનો પતિ જાડો હોવાથી શરીર સુખ માણી શકતો નથી તેથી એક્ટ્રેસ ડિવોર્સ લેશે, ખુદ પતિએ કર્યો ધડાકો
શ્રાવંતી ચેટર્જીએ 16 સપ્ટેમ્બરના રોજ કોલકત્તાના અલીપુર કોર્ટમાં પોતાની અરજી કરી છે. એક્ટ્રેસ રોશન સિંહને 2018માં કોલકત્તાના એક પબમાં મળી હતી
મુંબઇઃ પ્રખ્યાત બંગાળી અભિનેત્રી શ્રાવંતી ચેટર્જી પોતાની પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં છે. સિલ્વર સ્ક્રિન પર પરિવાર સાથે મજબૂત બોન્ડિંગ અને સંબંધો નિભાવનારી શ્રાવંતી ચેટર્જી તમામ લોકોને પ્રભાવિત કરે છે. શ્રાવંતી ચેટર્જી ત્રીજા પતિ સાથે ડિવોર્સ લેવા જઇ રહી છે તેણે કોર્ટમાં ડિવોર્સ માટેની અરજી દાખલ કરી છે. તેણે પતિ રોશન સિંહથી છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી છે. 34 વર્ષની શ્રાબંતી ચેટર્જીએ વર્ષ 1997 માં બંગાળી ફિલ્મ ‘મયાર બેન્ડન’થી ડેબ્યૂ કર્યું હતું.
શ્રાવંતી ચેટર્જીએ 16 સપ્ટેમ્બરના રોજ કોલકત્તાના અલીપુર કોર્ટમાં પોતાની અરજી કરી છે. એક્ટ્રેસ રોશન સિંહને 2018માં કોલકત્તાના એક પબમાં મળી હતી અને 2019માં તેણે લગ્ન કર્યા હતા. તેના પ્રથમ લગ્ન ફિલ્મ નિર્માતા રાજીવ કુમાર વિશ્વાસ સાથે કર્યા હતા. તેણે વર્ષ 2016માં 13 વર્ષના લગ્ન તોડી નાખ્યા હતા. બાદમાં એક્ટ્રેસે 2016માં મોડલ કૃષ્ણ વ્રજ સાથે લગ્ન કર્યા અને 2017માં ડિવોર્સ લીધા હતા. હવે તે ત્રીજા પતિ રોશન સિંહ સાથે ડિવોર્સ લેવા અરજી કરી છે.
હવે ડિવોર્સની લડાઇ વચ્ચે એક્ટ્રેસના ત્રીજા પતિ રોશને ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે. તેણે અરજીમાં કહ્યું કે ડિવોર્સની અરજી દાખલ કરી તેને 12 દિવસ થઇ ચૂક્યા છે અને તેને હજુ સુધી નોટિસ મળી નથી. એક રોશન સિંહે કહ્યું કે તેઓ અલગ થયા ત્યારથી તેને બદનામ કરવામાં આવી રહ્યો છે. એક્ટ્રેસ પોતાના મિત્રને કહી રહી છે કે તે જાડો હોવાના કારણે સેક્સ કરવામાં અસમર્થ છે.
રોશને જણાવ્યું કે શ્રાવંતી તેના મિત્રોને કહે છે કે તેના પતિનું વજન વધારે હોવાને કારણે તેની સાથે સેક્સ કરી શકતો નથી. આવી વાતોથી તેની બદનામી થાય છે. જોકે વાત આટલી જ નથી. શ્રાવંતી ચેટર્જી તેના મિત્રોને રોશન વિશે કહે છે કે તેણે અભિનેત્રી પાસેથી 1 કરોડ રૂપિયા લીધા છે. રોશને આરોપ લગાવ્યો કે શ્રાવંતીએ તેની એક્સ ગર્લફ્રેન્ડને ફોન કરે છે અને તેના વિશે ફરિયાદ કરે છે.