મુંબઇઃ દેશ અને દુનિયામાં કોરોના મહામારી હવે ધીમે ધીમે ઓછી થઇ ગઇ છે, અને કેસોની સંખ્યા પણ સતત ઘટી રહી છે. આવામાં ફરી એકવાર દેશમાં થિયેટરો ખુલી રહ્યાં છે અને અન્ય પ્રતિબંધો હટી રહ્યા છે. લાંબા સમયથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ આની રાહ જોઇને બેસી હતી, હવે થિએટરો ખુલતા જ નવી ફિલ્મો સિનેમાઘરોમાં આવવા તૈયાર થઇ ગઇ છે. જાણો આ વર્ષે કઇ કઇ મેગા બજેટ ફિલ્મો આવી રહી છે....
ધાકડ -
આ વર્ષે એટલે કે ૨૦૨૨માં કંગના રનોતની નવી ફિલ્મ ધાકડ મોટા પદડા પર આવવાની છે. આ ફિલ્મમાં બાળ તસ્કરી અને મહિલાઓના શોષણ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે. કંગના આ ફિલ્મમાં એજન્ટ અગ્નિના રોલમાં ગુનેગારો સાથે લડતી જોવા મળશે.
હીરોપંતી 2 -
બૉલીવુડ સ્ટાર ટાઇગર શ્રોફની હીરોપંતી ટુ પણ આ વર્ષે આગામી 29 એપ્રિલે રિલીઝ થઇ રહી છે. આમાં તેની સાથે તારા સુતરિયા જોવા મળશે. સાલ ૨૦૧૪માં હીરોપંતી રીલિઝ થઇ હતી જેના દ્વારા ટાઇગરે બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
એટેક -
આ સિવાય લાંબા સમય બાદ જોન અબ્રાહમની એકશન ફિલ્મ અટેક 1લી એપ્રિલે સિનેમાઘરોમા આવી રહી છે. જેમાં તેની સાથે જેકલિન ફર્નાન્ડિસ અને રકુલપ્રીત સિંહ જોવા મળશે.
આરઆરઆર -
સાઉથના જાણીતા દિગ્દર્શક રાજામૌલીની આરઆરઆર ફિલ્મ 25 માર્ચના રિલીઝ થઇ રહી છે. આ ફિલ્માં રામ ચરણ, જૂનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ કામ કરી રહ્યા છે.
બચ્ચન પાંડે -
અક્ષય કુમારની ચર્ચિત ફિલ્મ બચ્ચન પાંડે ૧૮ માર્ચના રીલિઝ થઇ રહી છે. જેમાં તેની સાથે ક્રિતી સેનોન, જેકલિન ફર્નાન્ડિસ અને અર્શદ વારસી જોવા મળવાના છે.
આ પણ વાંચો..........
Petrol Price: આગામી 11 દિવસમાં 12 રુપિયા મોંઘુ થઈ જશે પેટ્રોલ-ડીઝલ! જલ્દી ફુલ કરાવી લો ગાડીની ટાંકી
યૂક્રેન યુદ્ધમાં પછાડવા આ મોટા દેશે બનાવ્યો 'પ્લાન ઓફ એક્શન', જાણો શું છે ?
VADODARA : પાદરામાં વિદેશથી આવેલા એક પાર્સલનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો, જાણો શું છે સમગ્ર મામલો
24 મહાનુભાવોનું 'ગુજરાતના અણમોલ રત્ન 2022'થી કરાયું સન્માન