શોધખોળ કરો
Advertisement
ટી-સીરિઝના ચેરમેન ભૂષણ કુમારે PM-CARES Fundમાં 11 કરોડ રૂપિયાનું કર્યું દાન
તે સિવાય તેમણે મહારાષ્ટ્રના સીએમ રીલિફ ફંડમાં પણ એક કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે.
મુંબઇઃફિલ્મ નિર્માતા અને નિર્દેશક અને ટી- સીરિઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર કોરોના વાયરસથી પીડિતોની મદદે આવ્યા છે. તેમણે પીએમ કેયર્સ ફંડમાં 11 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. તે સિવાય તેમણે મહારાષ્ટ્રના સીએમ રીલિફ ફંડમાં પણ એક કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે.
ભૂષણ કુમારે ટ્વિટ કરી આ જાણકારી આપી છે. તેમણે લખ્યું કે, આજે આપણે બધા મહત્વના સ્ટેજ પર છીએ અને આ ખૂબ જરૂરી છે કે આપણે મદદ કરીએ. હું આખા ટી- સીરિઝ પરિવાર સાથે PM CARES ફંડમાં 11 કરોડ રૂપિયા દાન આપવાની શપથ લઉં છું. આપણે બધા સાથે મળીને કોરોના વિરુદ્દ લડી શકીએ છીએ. જય હિંદ
તેમણે અન્ય એક ટ્વિટમાં સીએમ રીલિફ ફંડમાં એક કરોડ રૂપિયા દાન આપવાની જાહેરાત કરી છે. તેમણે લખ્યું કે, આ જરૂરિયાતના સમયમાં ટી સિરિઝ પરિવાર તરફથી સીએમ રીલિફ ફંડમાં એક કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરું છું. ઘરમાં રહો સુરક્ષિત રહો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
અમદાવાદ
બિઝનેસ
Advertisement